SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ – 3 પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૪-૨૫ ભાવાર્થ : હસ્તિ આદિનાં બળોમાં સંયમ કરવાથી હસ્તિ આદિનાં બળોની પ્રાપ્તિઃ હાથી આદિનાં બળોમાં સંયમ કરે તો હાથી આદિ સદેશ બળ તે યોગીમાં પ્રગટ થાય છે; કેમ કે સંયમમાં એવું અદ્ભુત સામર્થ્ય છે કે જેથી નિયત બળવાળા એવા હાથી આદિમાં સંયમ કરવામાં આવે તો હાથી આદિના બળ સમાન બળ પ્રગટ થાય છે. ll૩-૨૪ll અવતરણિકા : सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય : અન્ય સિદ્ધિને ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, કહે સૂત્ર: प्रवृत्त्यालोकसंन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टार्थज्ञानम् ॥३-२५॥ સૂત્રાર્થ : પ્રવૃત્તિનો જે આલોક તેના વિષયોના ન્યાસથી સૂક્ષમ અર્થનું, વ્યવહિત અર્થનું અને વિપકૃષ્ટ અર્થનું જ્ઞાન થાય છે. li3-૨૫ll ટીકાઃ ___ 'प्रवृत्त्येति'-प्रवृत्तिविषयवती ज्योतिष्मती च प्रागुक्ता तस्या योऽसावालोकः सात्त्विकप्रकाशप्रसरस्तस्य निखिलेषु विषयेषु न्यासात् तद्वासितानां विषयाणां भावनात् सान्तःकरणेषु इन्द्रियेषु प्रकृष्टशक्तिमापन्नेषु सूक्ष्मस्य परमाण्वादेर्व्यवहितस्य भूम्यन्तर्गतस्य निधानादेविप्रकृष्टस्य मेर्वपरपार्श्ववर्तिनो रसायनादेर्ज्ञानमुत्पद्यते ॥३-२५॥ ટીકાર્ય : પ્રવૃત્તિ:.... ત્યારે પૂર્વમાં કહેવાયેલી=પાતંલયોગસૂત્ર ૧-૩૫/૩૬માં કહેવાયેલી વિષયવાળી અને જ્યોતિષવાળી જે પ્રવૃત્તિ, તેનો જે આલોક્કસાત્ત્વિક પ્રકાશનો પ્રસર, તેનો નિખિલ વિષયોમાં સર્વ વિષયોમાં, ન્યાસ કરવાથી તેના વાસિત વિષયોની ભાવના થવાના કારણે અંત:કરણસહિત ઇન્દ્રિયો પ્રકૃષ્ટ શક્તિ પામેલી હોતે છતે સૂક્ષ્મ એવા પરમાણુ વગેરેનું, વ્યવહિત એવા ભૂમિની અંતર્ગત=અંદર રહેલા નિધાન વગેરેનું, અને વિપ્રકૃષ્ટ એવા મેરુના અપર ભાગમાં રહેલા=બીજા પાછલા ભાગમાં રહેલા, રસાયન વગેરેનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. ll૩-૨પા
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy