SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૫ क्रमः सोऽपि अनेनैव न्यायेन परिणामान्यत्वे गमकोऽवगन्तव्यः, सर्व एव भावा नियतेनैव क्रमेण प्रतिक्षणं परिणममानाः परिदृश्यन्ते, अतः सिद्धं क्रमान्यत्वात्परिणामान्यत्वम्, सर्वेषां चित्तादीनां परिणममानानां केचिद्धर्माः प्रत्यक्षेणैवोपलभ्यन्ते, यथा सुखादयः संस्थानादयश्च, केचिच्चैकान्तेनानुमानगम्याः, यथा धर्मसंस्कारशक्तिप्रभृतयः, धर्मिणश्च भिन्नाभिन्नरूपतया सर्वत्रानुगमः ॥३-१५॥ ટીકાર્થ : ધર્મામ્ .... મવતિ ! કહેવાયેલા લક્ષણવાળા ધર્મોનો-પાતંજલયોગસૂત્ર ૩-૧૪માં કહેવાયેલા શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય લક્ષણવાળા ધર્મોનો, જે ક્રમ તેનું જે પ્રતિક્ષણ અન્યપણું પરિદૃશ્યમાન દેખાઈ રહેલું છે તે ઉક્તલક્ષણવાળા પરિણામના અન્યપણામાં નાનાવિધપણામાં, હેતુ છે=જ્ઞાપક લિંગ છે. સમર્થ: - આ અર્થ છે પ્રસ્તુત સૂત્રના કથનથી આ અર્થ પ્રાપ્ત થાય છે – ચોઘં ... સર્વત્રનામ: આ જે આ નિયત કમકમાટીના ચૂર્ણથી માટીનો પિડે ત્યારપછી કપાલો, તે કપાલોથી ઘટ એ પ્રકારનો નિયત ક્રમ, પરિદશ્યમાન દેખાઈ રહેલો છે, તે પરિણામના અન્યપણાને જણાવે છે, તે જ ધર્મીમાં જે લક્ષણપરિણામનો કે અવસ્થા પરિણામનો ક્રમ છે તે પણ આ જ ન્યાયથી પરિણામના અન્યપણામાં ગમકજ્જણાવનાર, જાણવો. સર્વ જ ભાવો નિયત જ ક્રમથી પ્રતિક્ષણ પરિણામ પામતા દેખાય છે, આથી જ ક્રમઅન્યત્વના કારણે પરિણામનું અન્યપણું સિદ્ધ થયું. પરિણમન પામતા સર્વ ચિત્તાદિના કેટલાક ધર્મો પ્રત્યક્ષથી દેખાય છે. જે પ્રમાણે–સુખાદિ અને સંસ્થાનાદિ અર્થાત્ ચિત્તાદિના સુખાદિ ધર્મો પ્રત્યક્ષથી દેખાય છે. ઘટાદિના સંસ્થાનાદિ ધર્મો પ્રત્યક્ષથી દેખાય છે, કેટલાક ધર્મો એવંતથી અનુમાનથી ગમ્ય છે=જણાય છે. જે પ્રમાણે—ધર્મના સંસ્કારો અને શક્તિ વગેરે ચિત્તમાં ધર્મના સંસ્કારો અને માટી આદિમાં તે તે ભાવરૂપે થવાની શક્તિ વગેરે અને ધર્મીનો ભિનાભિનરૂપપણાથી સર્વત્ર અનુગમ છે. l૩-૧પી. ભાવાર્થ : પરિણામના અન્યપણામાં ક્રમનું અન્યપણું જ્ઞાપક હેતુ : માટીમાંથી નિયત ક્રમથી ઘટ થાય છે તે પ્રત્યક્ષથી દેખાય છે, જેમ માટી પ્રથમ પિંડ અવસ્થામાં હોય છે, પછી સ્થાસ, કોસ અને કુશુલાદિ અવસ્થા દ્વારા કપાલરૂપે થાય છે, ત્યારપછી ઘટરૂપે પરિણમન પામે છે, તેથી માટીના અન્ય અન્ય પરિણામના દર્શનથી અનુમાન થાય છે કે તે સર્વ પરિણામમાં માટી અનુગત છે અને માટીમાં પિંડાદિ અવસ્થારૂપ ધર્મો ક્રમસર થાય છે, માટે માટીરૂપ એક ધર્મીમાં અનેક પરિણામો સ્વીકારવામાં વિરોધ નથી. એ જ રીતે સર્વ જીવોના ચિત્તમાં પણ સુખાદિ
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy