SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૪ ધર્માના પૂર્વધર્મની નિવૃત્તિ થયે છતે ધર્માતરની પ્રાપ્તિ થવી તે ધર્મપરિણામ છે એથી શંકા થાય છે, ધર્મી કોણ કહેવાય ? માટે પ્રસ્તુત સૂત્રમાં ધર્માનું લક્ષણ બતાવે છે. સૂત્ર : शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी ॥३-१४॥ સૂત્રાર્થ : શાંત, ઉદિત અને ચાવ્યપદેશ્ય જોવા ધર્મોમાં અનુપાતી અનુસરનાર, ધર્મી છે. ll૩-૧૪ll ટીકા : 'शान्तेति'-शान्ता ये कृतस्वस्वव्यापारा अतीतेऽध्वनि अनुप्रविष्टाः, उदिता येऽनागतमध्वानं परित्यज्य वर्तमानेऽध्वनि स्वव्यापारं कुर्वन्ति, अव्यपदेश्या ये शक्तिरूपेण स्थिता व्यपदेष्टुं न शक्यन्ते तेषां यथास्वं सर्वात्मकत्वमित्येवमादयो नियतकार्यकारणरूपयोग्यतयाऽवच्छिन्ना शक्तिरेवेह धर्मशब्देनाभिधीयते, तं त्रिविधमपि धर्मं योऽनुपतति अनुवर्ततेऽन्वयित्वेन स्वीकरोति स शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मीत्युच्यते, यथा सुवर्णे रुचकरूपधर्मपरित्यागेन स्वस्तिकरूपधर्मान्तरपरिग्रहे सुवर्णरूपतयाऽनुवर्तमानं तेषु धर्मेषु कथञ्चिद्भिन्नेषु धर्मिरूपतया सामान्यात्मना धर्मरूपतया विशेषात्मना स्थितमन्वयित्वेનાવમાસને રૂ-૨૪ ટીકાર્ય : શાન્તા:.... અવમાને છે જે કરાયેલ સ્વ-સ્વ વ્યાપારવાળા અતીત અધ્વમાં અનુપ્રવિષ્ટ પ્રવેશ પામેલા, ભાવો છે તે શાંત ધર્મો છે અર્થાત્ ઘટાદિ પદાર્થની પૂર્વેક્ષણના પરિણામો ભૂતકાળમાં પ્રવેશેલા હોવાથી શાંત છે, જે અનાગત માર્ગને છોડીને વર્તમાન માર્ગમાં સ્વવ્યાપારને કરે છે તે ઉદિત ધર્મો છે, અર્થાત્ ઘટાદિ પદાર્થનો વર્તમાન પર્યાય પૂર્વમાં અનાગત પર્યાય હતો તેનો ત્યાગ કરીને વર્તમાન પર્યાયને પામે તે ઉદિત ધર્મ છે, જે શક્તિરૂપે રહેલા છે અને વ્યપદેશ કરવા માટે શક્ય નથી તે અવ્યપદેશ્ય ધર્મો છે, તેઓનું યથાયોગ્ય સર્વાત્મકપણું છે. એથી આ વગેરે નિયત કાર્ય-કારણરૂપ યોગ્યપણાથી અવચ્છિન્ન શક્તિ જ અહીં ધર્મશબ્દથી કહેવાય છે, તે ત્રિવિધ પણ ધર્મ જે અનુવર્તન કરે છે અન્વયિપણાથી સ્વીકાર કરે છે તે શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મને અનુસાર ધર્મીએ પ્રમાણે કહેવાય છે. જે પ્રમાણે -સુવર્ણમાં રુચકસ્વરૂપ ધર્મના પરિત્યાગથી સ્વસ્તિકરૂપ ધર્માતરના પરિગ્રહમાં= સ્વસ્તિકાકારરૂપ ધર્માતરના પરિણામમાં, સુવર્ણરૂપપણાથી અનુવર્તમાન કથંચિત્ ભિન્ન એવા તે ધર્મોમાં ધર્મી રૂપપણાથી સામાન્યસ્વરૂપે અને ધર્મરૂપપણાથી વિશેષ સ્વરૂપે રહેલો એવો ધર્મી અન્વયિપણારૂપે અવભાસે છે=જણાય છે. ll૩-૧૪
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy