SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૯-૧૦ જો કે ચિત્ત રાજસ, તામસ અને સત્ત્વગુણવૃત્તિઓવાળું છે, તે ગુણવૃત્તિઓ ચલ છે, તેથી ચિત્ત સ્થિર નથી તોપણ યોગી ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમમાં યત્ન કરીને વ્યુત્થાનના સંસ્કારોને તિરોધાન કરે અને નિરોધના સંસ્કારોને આવિર્ભાવ કરે ત્યારે તે યોગીના ચિત્તનો પરિણામ સ્થિર છે તેમ કહેવાય છે. વિશેષાર્થ : જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર કેવલજ્ઞાન અવસ્થામાં ચિત્ત સંપૂર્ણ નિરુદ્ધ છે, તેથી કેવલી ચિત્તના વ્યાપારથી કોઈ બોધ કરતાં નથી અને તેની પૂર્વે જે ચિત્ત છે, તે મનોવર્ગણાની દ્રવ્યને ગ્રહણ કરીને મનરૂપે પરિણમન પમાડવાને અનુકૂળ વ્યાપારવાળું છેતેથી તે ચિત્ત ચલ અવસ્થાવાળું છે, આમ છતાં ચલ અવસ્થાવાળા પણ તે ચિત્તને જે યોગી સંયમમાં દઢ યત્ન કરીને વ્યુત્થાનના સંસ્કારોથી પ્રવર્તતા ચિત્તનો અભિભવ કરે છે અને ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા ચિત્તને એક વિષયમાં સ્થાપન કરીને નિરોધના સંસ્કારોનો આવિર્ભાવ કરે છે તે વખતે કેવલીની જેમ તેમનું ચિત્ત સંપૂર્ણ નિરુદ્ધ નથી તોપણ પોતાના ધ્યેય ઉપર સ્થાપન કરીને સ્થિરભાવવાળું ચિત્ત પ્રવર્તે છે તે ચિત્તનો નિરોધનો પરિણામ છે એમ કહેવાય છે. ll૩-૯ અવતરણિકા : तस्यैव फलमाह - અવતરણિકાર્ય : તેના નિરોધ પરિણામના જ, ફળને કહે છે – સૂત્ર : तस्य प्रशान्तवाहिता संस्कारात् ॥३-१०॥ સૂત્રાર્થ : તેના ચિત્તના વિરોધના, સંકારથી પ્રશાંતવાહિતા થાય છે. II3-૧૦ll ટીકા : 'तस्येति'-तस्य-चेतस उक्तान्निरोधसंस्कारात् प्रशान्तवाहिता भवति, परिहृतविक्षेपतया सदृशप्रवाहपरिणामि चित्तं भवतीत्यर्थः ॥३-१०॥ ટીકાર્ય : તસ્ય.....રૂત્યર્થ: તેના ચિત્તના, પાતંજલયોગસૂત્ર ૩-૯માં કહેવાયેલા એવા નિરોધના સંસ્કારથી પ્રશાંતવાહિતા થાય છે અર્થાત પરિહતવિક્ષેપ પણાના કારણે વિક્ષેપનો ત્યાગ કરેલ હોવાથી, સદેશપ્રવાહના પરિણામવાનું ચિત્ત થાય છે. ll૩-૧૦||
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy