SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ व्यापारनिवृत्तौ यदात्मनः कैवल्यमस्माभिरुक्तं, तद्विहाय दर्शनान्तराणामपि नान्या गतिः, तस्मादिदमेव युक्तमुक्तं वृत्तिसारूप्यपरिहारेण स्वरूपे प्रतिष्ठा चितिशक्तेः कैवल्यम् । ટીકાર્થ: હ્યું... વૌવન્યમ્' આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સર્વે પણ દર્શનોમાં અધિષ્ઠાતૃત્વને છોડીને બુદ્ધિમાં પ્રતિબિંબરૂપ અધિષ્ઠાતૃપણાને છોડીને, આત્માનું અન્ય રૂપ ઘટતું નથી=અન્ય અન્ય દર્શનકારો જે આત્માનું અન્ય અન્ય રૂપ ધે છે તે ઘટતું નથી, અને અધિષ્ઠાતૃપણું ચિદ્રપપણું છે અને તે આત્માનું ચિહ્નપપણું, જડથી વૈલક્ષણ્ય જ છે. ચિકૂપપણાથી જે વસ્તુ આત્મારૂપ જે વસ્તુ, અધિષ્ઠાન કરે છે તે આત્મારૂપ તે વસ્તુ જ, ભોગ્યતાને પ્રાપ્ત કરે છે અને જે ચેતનાથી અધિષ્ઠિત છે તે ચેતનાથી અધિષ્ઠિત એવી બુદ્ધિરૂપ વસ્તુ જ, સલવ્યાપારને યોગ્ય થાય છે અને આમ પોતે છતે અધિષ્ઠાતા એવો આત્મા ચિદ્રપપણાથી બુદ્ધિમાં અધિષ્ઠાન કરે છે અને ચેતનાથી અધિષ્ઠિત હોતે છતે, પ્રધાનનું કૃતકૃત્યપણું હોવાથી વ્યાપારની નિવૃત્તિ થયે છતે બુદ્ધિના વ્યાપારની નિવૃત્તિ થયે છતે, જે આત્માનું કેવલપણું અમારા વડે કહેવાયું=સાંખ્યદર્શનકારવડે કહેવાયું, તેને છોડીને અન્યદર્શનવાળાઓને પણ અન્ય ગતિ નથી તેને છોડીને અન્યદર્શનવાળા પણ અન્ય પ્રકારે આત્માને સ્વીકારીને દેખ વ્યવસ્થાની સંગતિ કરી શક્તા નથી, તે કારણથી આ વૃત્તિના સારણના પરિહારથી ચિતિશક્તિની સ્વરૂપમાં પ્રતિષ્ઠા કેવલપણું છે એ જ, યુક્ત કહેવાયું છે. ભાવાર્થ : બુદ્ધિમાં પ્રતિબિંબપણારૂપે અધિષ્ઠાતૃત્વને છોડીને આત્માનું અન્યરૂપ સર્વ પણ દર્શનોમાં ઘટતું નથી એ પ્રકારે પાતંજલદર્શનકારનું કથન : સાધના કરીને કેવલપણાને પામેલ આત્માનું સ્વરૂપ કેવું છે તે પ્રસ્તુત સૂત્રમાં પાતંજલદર્શનકારે બતાવેલ છે અને આત્માનું કેવલપણું જે સાંખ્યદર્શનકાર માને છે, તેવું જ કેવલપણું અન્ય દર્શનકારો વડે સ્વીકારવું જોઈએ. એ સિવાય સંસારઅવસ્થામાં જે કર્તૃત્વ, ભોસ્તૃત્વ અને અનુસંધાનતૃત્વમય આત્મા પ્રતીત થાય છે તે સંગત થાય નહીં. કેમ અન્યદર્શનાનુસાર સંગત થાય નહીં તે અત્યાર સુધી નિરૂપણ કર્યું એ રીતે સર્વ પણ દર્શનોમાં આત્માને બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે અધિષ્ઠાતૃરૂપ સ્વીકાર્યા વગર આત્માનું અન્ય સ્વરૂપ સંગત થતું નથી, માટે બુદ્ધિમાં અધિષ્ઠાતૃરૂપ જ આત્માનું ચિતૂપપણું છે, અને તે ચિતૂપપણું જડ કરતાં વિલક્ષણ છે તેમ સ્વીકારવું જોઈએ. આત્મા બુદ્ધિમાં અધિષ્ઠાતા છે તે સ્પષ્ટ કરે છે – વૃત્તિના સારુણ્યના પરિહારથી ચિતિશક્તિની સ્વરૂપમાં પ્રતિષ્ઠા કેવલપણું છે એ પ્રમાણે પાતંજલદર્શનકાર વડે કહેવાયેલું સંગતઃ ચિતૂપપણાથી જે આત્મા બુદ્ધિમાં અધિષ્ઠાન કરે છે, તે જ ભોગ્યતાને પામે છે અર્થાત્ બુદ્ધિ જે
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy