SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ आत्मनि અવામિતિ । આત્મામાં થતો વિમર્શ હું આવા સ્વરૂપવાળો છું=હું પદાર્થના વિમર્શને કરું છું એવા સ્વરૂપવાળો છું, એ આકારથી સંવેદન થાય છે, અને તેથી અહં શબ્દથી સંભિન્ન એવા આત્મસ્વરૂપ અર્થનું ત્યાં સ્ફુરણ હોવાથી=વિમર્શમાં સ્ફુરણ હોવાથી, વિલ્પરૂપતાનો અતિક્ર્મ નથી. અને વિક્લ્પ અધ્યવસાયરૂપ બુદ્ધિનો ધર્મ છે, ચિત્ત્નો ધર્મ નથી; કેમ કે કૂટસ્થનિત્યપણાને કારણે ચિતિનું સદા એકરૂપપણું હોવાના કારણે અહંકારનો અનુપ્રવેશ નથી, તે કારણથી આના દ્વારા=કેચિત્ દ્વારા કહેવાતા મત દ્વારા, સવિમર્શપણું આત્માનું પ્રતિપાદન કરતાં બુદ્ધિ જ આત્મપણાથી ભ્રાંતિથી પ્રતિપાદન કરાઈ, પરંતુ પ્રકાશરૂપ પર એવા પુરુષનું=બુદ્ધિથી પર એવા પુરુષનું, સ્વરૂપ ણાયું નથી. ૨૩૨ ..... ટીકાના પ્રારંભમાં તથાહિથી સ્વદર્શનની માન્યતા પ્રમાણે આત્મા મુક્તાવસ્થામાં કેવો છે અને સંસારાવસ્થામાં કેવા છે ? તેનું સ્થાપન કર્યું. ત્યાર પછી અન્ય અન્યદર્શનની માન્યતાઓ સંગત નથી. તેનું અત્યાર સુધી સ્થાપન કર્યું. તે સર્વ ક્શનની સમાપ્તિ માટે ‘કૃતિ' શબ્દ છે. ભાવાર્થ: કેટલાક દર્શનકારો આત્માનું વિમર્શાત્મક ચિપપણું ઇચ્છે છે અને કહે છે કે વિમર્શ વગર આત્માનું ચિદ્રુપપણું નિરૂપણ કરી શકાતું નથી તે સાંખ્યદર્શનકારના મતે અસંગત : સંસારવર્તી જીવોમાં વિમર્શ પ્રત્યક્ષથી દેખાય છે, તેના બળથી કેટલાક દર્શનકારો કહે છે કે આત્મામાં જે વિમર્થાત્મકસ્વરૂપ છે, તે સ્વરૂપે આત્માનું ચિન્મયપણું છે અને તેમાં યુક્તિ આપે છે કે સંસારી જીવો જે વિમર્શ કરે છે તે વિમર્શ વગર આત્મા ચિદ્રુપ છે તેમ નિરૂપણ થઈ શકે નહીં; કેમ કે જડ પદાર્થથી વિલક્ષણપણું જ ચિદ્રુપપણું કહેવાય છે અને જડ પદાર્થથી વિલક્ષણપણું આત્માનું વિમર્શરૂપ છે; કેમ કે જડ પદાર્થો કાંઈ વિમર્શ કરતાં નથી, જે કાંઈ વિમર્શ કરે છે તે ચેતન છે, માટે જડ પદાર્થથી વિલક્ષણપણું વિમર્શ વગર નિરૂપણ કરાતું વિદ્યમાન નથી; કેમ કે વિમર્શ વગર ચિદ્રૂપપણું જડ પદાર્થતુલ્ય જ દેખાય છે. આ રીતે જેઓ આત્માને વિમર્શરૂપ સ્વીકારે છે તેઓના મતે આત્મા પરિણામી સિદ્ધ થાય છે; કેમ કે વિમર્શ જ્ઞાનરૂપ છે અને પ્રતિક્ષણ સંસારીજીવો જુદાં જુદાં વિમર્શ કરે છે તે દેખાય છે, તેથી વિમર્શરૂપ આત્માને સ્વીકારવાથી આત્મા પરિણામી સિદ્ધ થાય અને તે સાંખ્યદર્શનકારને અભિમત નથી, તેથી સ્વપ્રક્રિયાને સામે રાખીને સાંખ્યદર્શનકાર કહે છે આત્માનું વિમર્શસ્વરૂપ અનુપપન્ન=અસંગત છે. કેમ અસંગત છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે આત્મામાં થતો વિમર્શ અસ્મિતારૂપ હોવાથી બુદ્ધિનો ધર્મ છે ચિતિનો ધર્મ નથી : આ વસ્તુ આ પ્રમાણે છે અથવા આ વસ્તુ આ સ્વરૂપવાળી છે એ પ્રકારનો વિચાર એ વિમર્શ છે, જેમ સંસારીજીવો વિચાર કરે છે, કે સામે દેખાતી ઘટરૂપ વસ્તુ આવા આકારવાળી છે અને
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy