SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩ શું કહેવાયું તે જ સ્પષ્ટ કરે છે – વિરુદ્ધ ધર્મના અધ્યાસનું તુલ્યપણું હોવાના કારણે કર્તુત્વ કરણત્વનો જ વિરોધ છે. કર્તુત્વ અને કર્મત્વનો વિરોધ નથી એ કયા કારણથી કહેવાયું અર્થાત્ તેમ કહેવું ઉચિત નથી એમ અન્વય છે. સર્વકથનનું નિગમન કરતાં કહે છે – તસ્માત્ .... વેતનત્વમેવ ! તે કારણથી અહંપ્રત્યયગ્રાહાપણાનો પરિહાર કરીને આત્માનું અધિષ્ઠાતૃપણું ઉપપત્રસંગત, થાય છે અને તે ચેતનપણું જ છે. ભાવાર્થ : મીમાંસકોના મતે અહંપ્રત્યયથી ગ્રાહ્ય આત્મા છે અને અહંપ્રત્યયમાં આત્માનું કર્તૃત્વ અને કર્મત પ્રાપ્ત થાય છે, તેનું સાંખ્યદર્શનકાર દ્વારા નિરાકરણ : મીમાંસકો આત્માને કર્યા અને કર્મરૂપે સ્વીકારે છે અને તેઓ કહે છે કે આત્મા અહંપ્રત્યયથી ગ્રાહ્ય છે, તેથી એ પ્રાપ્ત થાય છે કે આત્માને જે અહંપ્રત્યય થાય છે તે અહંપ્રત્યયનું કર્તુપણું આત્મામાં છે અને અહંપ્રત્યય કરીને સ્વને ગ્રહણ કરે છે, એથી પોતાનો આત્મા ગ્રાહ્ય બને છે અર્થાત્ પોતાના જ્ઞાનનો વિષય પોતાનો આત્મા બને છે, તેથી આત્મામાં કત્વ પણ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે આત્મા અહંપ્રત્યયથી પોતાનો પ્રમાતા છે અને અહંપ્રત્યયથી ગ્રાહ્ય હોવાથી પ્રમેય પણ છે. મીમાંસકોનું આ પ્રકારનું આત્માનું સ્વરૂપ સાંખ્યદર્શનકારને ઇષ્ટ નથી, તેથી સાંખ્યદર્શનકાર કહે છે – કર્તીપણું અને કર્મપણું વિરુદ્ધ હોવાથી કતૃ-કર્મરૂપ આત્મા સ્વીકારવો અસંગતઃ એક એવા આત્માને એકી સાથે કર્તૃત્વ અને કર્મસ્વરૂપ વિરુદ્ધ ધર્મનો અધ્યાસ ઘટી શકે નહીં અર્થાત્ જે પ્રમાતા હોય તે પ્રમેય હોઈ શકે નહીં અને જે પ્રમેય હોય તે પ્રમાતા હોઈ શકે નહીં. જેમ – ઘટ-પટાદિ પ્રમેય છે તો તે પ્રમાતા નથી. ઘટ-પટાદિ પ્રમેયનો પ્રમાતા આત્મા છે તે પોતે પ્રય બની શકે નહિ. આ પ્રમાણે એક આત્મામાં પ્રમાતૃત્વ અને પ્રમેયત્વરૂપ બે ધર્મોનો વિરોધ છે તે સ્પષ્ટ કરતાં કહે છે – જે વિરુદ્ધ ધર્મઅધ્યસ્ત હોય તે એક હોય નહીં. જેમ વિરુદ્ધધર્મ અધ્યસ્ત એવા ભાવ અને અભાવ એક નથી અર્થાત્ ઘટનો ભાવ અને ઘટનો અભાવ એ અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મથી અધ્યસ્ત છે માટે અસ્તિત્વ અને નાસ્તિત્વધર્મવાળી વસ્તુ એક નથી તેમ કર્તૃત્વ અને કર્મત્વ વિરુદ્ધ ધર્મ છે માટે કતૃત્વ અને કર્મવરૂપ વિરુદ્ધધર્મવાળો આત્મા એક માની શકાય નહીં. મીમાંસકો કહે કે કતૃત્વ અને કરણત્વનો વિરોધ છે પરંતુ કતૃત્વ અને કર્મત્વનો વિરોધ નથી તો સાંખ્યદર્શનકાર કહે છે કે કયાં કારણથી આ પ્રમાણે કહ્યું છે? અહીં મીમાંસકો કહે કે કર્તૃત્વનો અને કર્મત્વનો પરસ્પર વિરોધ નથી, આથી જ આત્માને અહ
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy