SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ ૨૨૧ વેદાંતવાદીઓ મોક્ષમાં આત્માને ચિદાનંદમય માને છે તે યુક્ત નથી તે પાતંજલદર્શનકારે બતાવ્યું. હવે નૈયાયિકો મોક્ષમાં આત્માને કેવો માને છે તે બતાવીને તે કેવી રીતે સંગત થતું નથી તે પાતંજલદર્શનકાર બતાવે છે – ટીકા : यैरपि नैयायिकादिभिरात्मा चेतनायोगाच्चेतन इत्युच्यते, चेतनाऽपि तस्य मनःसंयोगजा, तथाहि-इच्छाज्ञानप्रयत्नादयो गुणास्तस्य व्यवहारदशायामात्ममनः संयोगादुत्पद्यन्ते , तैरेव च गुणैः स्वयं ज्ञाता कर्ता भोक्तेति व्यपदिश्यते, मोक्षदशायां तु मिथ्याज्ञाननिवृत्तौ तन्मूलानां दोषाणामपि निवृत्तेस्तेषां बुद्ध्यादीनां विशेषगुणानामत्यन्तोच्छितेः स्वरूपमात्रप्रतिष्ठत्वमात्मनोऽङ्गीकृतं, तेषामयुक्तः पक्षः, यतस्तस्यां दशायां नित्यत्वव्यापकत्वादयो गुणा आकाशादीनामपि सन्ति अतस्तद्वैलक्षण्येनाऽऽत्मनश्चिद्रूपत्वमवश्यमङ्गीकार्यम्, आत्मत्वलक्षणजातियोग इति चेत् ? न, सर्वस्यैव हि तज्जातियोगः सम्भवति, अतो जातिभ्यो वैलक्षण्यमात्मनोऽवश्यमङ्गीकर्तव्यम्, तच्चाधिष्ठातृत्वं, तच्च चिद्रूपतयैव घटते नान्यथा । ટીકાર્ય : વૈરપિ .... સંયોગના, જે પણ તૈયાયિકાદિઓ વડે આત્મા ચેતનાના યોગથી ચેતન એ પ્રમાણે કહેવાય છે, તેની ચેતના પણ=આત્માની ચેતના પણ, મનના સંયોગથી થયેલી છે. તથા દિ- તે આ પ્રમાણે – રૂછી .... નાથ ! વ્યવહારદશામાં આત્મમન:સંયોગથી તેના આત્માના, ઇચ્છા, જ્ઞાન અને પ્રયત્ન આદિ ગુણો ઉત્પન્ન થાય છે અને તે જ ગુણો વડે ઇચ્છા, જ્ઞાન અને પ્રયત્ન આદિ ગુણો વડે, સ્વયં જ્ઞાતા, કર્તા, ભોક્તા એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, વળી મોક્ષદશામાં મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થયે છતે તભૂલદોષોની પણ મિથ્યાજ્ઞાનમૂળ દોષોની પણ, નિવૃત્તિ થવાથી તે બુદ્ધિ આદિ વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનું સ્વરૂપમાત્ર પ્રતિષ્ઠાણું સ્વીકાર કરાયું અર્થાત્ નૈયાયિકો વડે સ્વીકાર કરાયું, તેઓનો પક્ષ અયુક્ત છે. જે કારણથી નિત્યત્વ, વ્યાપકત્વાદિગુણો આકાશાદિમાં પણ છે, આથી તે દશામાં મુક્તદશામાં, તેનાથી વિલક્ષણપસાવડે આકાશાદિથી વિલક્ષણપણા વડે આત્માનું ચિટૂ૫૫ણું અવશ્ય સ્વીકારવું જોઈએ. અહીં નૈયાયિકો કહે કે મુક્ત અવસ્થામાં આત્મામાં ચિકૂપપણું નહીં હોવા છતાં આત્મત્વસ્વરૂપ જાતિનો યોગ છે માટે આકાશાદિથી વિલક્ષણ છે તેને સાંખ્યદર્શનકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. સર્વને આકાશ આદિ સર્વને જ, તે જાતિનો યોગ સંભવે છે, આથી જાતિઓથી આત્મત્વ, ઘટત્વ આદિ જે જે જાતિઓ તૈયાયિક માને છે તે સર્વ જાતિઓથી, આત્માનું વિલક્ષણપણું અવશ્ય સ્વીકારવું જોઈએ, અને તે વિલક્ષણપણું અધિષ્ઠાતૃપણું છે, અને તે આત્માનું અધિષ્ઠાતૃપણું, ચિકૂપપણાથી ઘટે છે. અન્યથાચિકૂપપણું ન સ્વીકારવામાં આવે તો, આત્માનું અધિષ્ઠાતૃપણું ઘટતું નથી.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy