SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૩૩ પ્રાજ્ઞપુરુષના બોધ માટે પૂજય ઉપાધ્યાય મહારાજે આ ટિપ્પણી લખેલી છે. તેથી એ ફલિત થાય છે કે કોઈ પ્રાજ્ઞપુરુષ યોગમાર્ગના અર્થી હોય અને પાતંજલદર્શનકારના યોગમાર્ગને કહેનારા પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે અને તે પ્રાજ્ઞપુરુષને પતંજલિઋષિએ બતાવેલા યોગમાર્ગમાં ઉચિત વિવેક કરવાનો માર્ગાનુસારી બોધ થાય, તેનાથી પતંજલિઋષિએ તત્ત્વસ્પર્શી જે યોગમાર્ગનું વર્ણન કર્યું છે. તેને ગ્રહણ કરે અને ભગવાનના પ્રવચનના અજ્ઞાનને કારણે જે કાંઈ સ્વદર્શનની પ્રક્રિયા અનુસાર એકાંતનો અસંબદ્ધપ્રલાપ કરે છે તે પણ યુક્તિ અનુસાર જાણીને તેનો ત્યાગ કરે અને શુદ્ધયોગમાર્ગને પામીને તે પ્રાજ્ઞપુરુષ સર્વજ્ઞના વચનાનુસાર યોગમાર્ગના રહસ્યોને સેવીને આત્મહિત સાધી શકે તે માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે યત્ન કરેલ છે પરંતુ પરદર્શન પ્રત્યે દ્વેષ અને સ્વદર્શન પ્રત્યેના રાગથી પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે યત્ન કરેલ નથી એ પ્રમાણે સૂચિત થાય બ્લોક : अयं पातञ्जलस्यार्थः किञ्चित्स्वसमयाङ्कितः । दर्शितः प्राज्ञबोधाय यशोविजयवाचकैः ॥१॥ બ્લોકાર્થ : પાતંજલનોપાતંજલયોગસૂત્રોનો, આ અર્થ કાંઈક સ્વસમયથી અંકિત=સ્વસિદ્ધાંતથી યુક્ત, યશોવિજયવાચક વડે પ્રાજ્ઞપુરુષના બોધ માટે બતાવાયો છે. [૧] અવતરણિકા: इदानीं फलभूतस्य कैवल्यस्यासाधारणं स्वरूपमाह - અવતરણિકાર્ય : યોગમાર્ગના ચાર પાદોનું વર્ણન કર્યા પછી હવે પાતંલદર્શનકાર યોગમાર્ગના સેવનના ફળભૂત એવા કૈવલ્યનું અસાધારણ સ્વરૂપ કહે છે – સૂત્ર : पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति I૪-૩રૂા સૂત્રાર્થ : - પુરષાર્થશૂન્ય એવા ગુણોનો પ્રતિપ્રસવ કૈવલ્ય છે અથવા સ્વરૂપ પ્રતિષ્ઠાવાળી ચિતિશક્તિ કેવલ્ય છે.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy