SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૩ આસન વગેરેનું પારાર્થ્ય પ્રગટ કરાયું તે દષ્ટાંતના બળથી તેવા પ્રકારનો જ પર સિદ્ધ થાય છે અને જેવા પ્રકારનો અસંહતરૂપ પર આત્મા તમારા વડે પાતંજલદર્શનકાર વડે, અભિપ્રેત છે, તેનાથી વિપરીતની સિદ્ધિ હોવાથી ઇષ્ટના વિઘાતને કરનારો આ હેતુ છે સંહત્યકારિત્વરૂપ હેતુ છે. ફતે – શંકાકારને રાજમાર્તડવૃત્તિકર વડે ઉત્તર અપાય છે – યપ....સિધ્ધતિ, જો કે સામાન્યથી પરાર્થમાત્રમાં વ્યાપ્તિ ગૃહીત છે, તોપણ સત્ત્વાદિવિલક્ષણ ધર્મીના પર્યાલોચનથી તેનાથી વિલક્ષણ જ પર એવો ભોક્તા સિદ્ધ થાય છે. જે પ્રમાણે ચંદનવનથી આવૃત એવા પર્વતમાં વિલક્ષણ એવા ધૂમથી સુગંધમય એવા વિલક્ષણ ધૂમથી, અનુમાન કરાતો વતિ ઇતરવતિથી વિલક્ષણ અને ચંદનથી ઉદ્ભવેલ પ્રતીત થાય છે. એ રીતે અહીં પણ=પ્રસ્તુતમાં પણ, વિલક્ષણ સત્ત્વ નામના ભોગ્યના પરાર્થપણાના અનુમાનમાં આસન, શયન વગેરેથી વિલક્ષણ બુદ્ધિરૂપ ભોગ્યના પરાર્થપણાના અનુમાનમાં, તેવા પ્રકારનો જ ભોક્તા અધિષ્ઠાતા પર ચિન્માત્રરૂપ અસંમત સિદ્ધ થાય છે. વળી પુરુષ અસંહતરૂપ કેમ છે? તે યુક્તિથી સ્થાપન કરવા અર્થે કહે છે – ત્રિસંતત્વમ્ II અને જો તેનું પુરુષનું, આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સર્વોત્કૃષ્ટત્વરૂપ પરત્વ પ્રતીત થાય છે, તોપણ તામસુ એવા શયન, આસન વગેરે વિષયોથી શરીર પ્રકૃષ્ટ છે; કેમ કે પ્રકાશરૂપ ઇન્દ્રિયનું આશ્રયપણું છે અર્થાત્ શરીરનું પ્રકાશરૂપ ઇન્દ્રિયોનું આશ્રયપણું છે. તેનાથી પણ=શરીરથી પણ, ઇન્દ્રિયો પ્રકર્ષવાની છે, તેનાથી પણsઇન્દ્રિયોથી પણ, પ્રકાશરૂપ સર્વ પ્રકૃષ્ટ છે અર્થાત્ પ્રકાશરૂપ ચિત્ત એવું સત્વ પ્રકૃષ્ટ છે, તેનો પણ ચિત્તનો પણ, પ્રકાશ્યથી વિલક્ષણ એવો જે પ્રકાશક તે ચિકૂપ જ છે, એથી તેનું ચિતૂપ પુરુષનું, સંહતપણું ક્યાંથી હોય ? અર્થાત્ સંહતપણું હોઈ શકે નહીં. ll૪-૨all ભાવાર્થ : પાતંજલદર્શનકાર પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ચિત્તથી સકલ વ્યવહારની સંગતિ કરે છે, તેથી પ્રકૃતિથી અતિરિક્ત પુરુષને માનવાની આવશ્યકતા રહે નહિ, તેવી કોઈને શંકા થાય છે, તેના નિવારણ અર્થે કહે છે – અસંખ્યવાસનાઓથી ચિત્ર એવું ચિત્ત સંહત્યકારી હોવાથી પરાર્થ : પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત અસંખ્યાત વાસનાઓ વડે ચિત્ર પ્રકારનું છે, અને તેવું ચિત્ત પરના પ્રયોજન અર્થે છે અને પર છે તે પુરુષ છે. અહીં પ્રશ્ન થાય કે ચિત્ત પરના પ્રયોજન અર્થે કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – | ચિત્ત સંહત્યકારી છે માટે પરના પ્રયોજન અર્થે છે. અહીં પ્રશ્ન થાય કે ચિત્ત સંહત્યકારી છે માટે પરના પ્રયોજન અર્થે છે તે કેમ નક્કી થાય? તેથી કહે છે –
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy