SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ પ્રમાણે રજસ્ અને તમસથી અનિભિભૂત એવું સત્ત્વ શુદ્ધ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બને છે, પરંતુ અશુદ્ધપણું હોવાથી રજસ્ અને તમન્ નહિ અર્થાત્ રર્ અને તમન્ ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બનતા નથી. તે કારણથી ચભૂત ગૌણ થયેલ, રક્સ અને તમસુરૂપવાનું અંગિપણાથી=પ્રધાનપણાથી, સત્ત્વ નિશ્ચલ પ્રદીપની શિખાના આકરવાનું સદા એકરૂપપણાથી પરિણમન પામતું ચિછાયાના ગ્રહણના સામર્થ્યથી મોક્ષપ્રાપ્તિ સુધી રહે છે. યથા .... વ્યક્તિ જે પ્રમાણે લોહચુંબકના સંનિધાનમાં લોખંડનું ચલન આવિર્ભાવ પામે છે એ રીતે ચિદ્રુપ પુરુષના સંનિધાનમાં સત્ત્વનું=બુદ્ધિનું, અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, આથી જ આ દર્શનમાં સાંખ્યદર્શનમાં, બે ચિત્શક્તિ છે. (૧) નિત્યોદિત અને (૨) અભિવ્યંગ્ય. નિત્યોદિત ચિત્શક્તિ પુરુષ છે, તેના સંનિધાનથી=પુરુષના સંનિધાનથી, અભિવ્યક્ત થનારું અભિવ્યંગ્ય ચૈતન્યરૂપ સત્ત્વ અભિવ્યંગ્યા ચિત્શક્તિ છે. અત્યંત સંનિહિતપણું હોવાથીઅભિવ્યંગ્ય એવા ચૈતન્યમાં પુરુષનું અત્યંત સંનિહિતપણું હોવાથી, અંતરંગ એવું તે ચિત્ત, પુરુષની ભોગ્યતાને પ્રાપ્ત કરે છે. તે અંતરંગ એવુ અભિવ્યક્ત ચૈતન્ય જ, શાંતબ્રહ્મવાદી એવા સાંખ્યો વડે પુરુષ એવા પરમાત્માનું સુખ-દુ:ખનું ભોઝૂંપણું હોવાના કારણે કર્માનુરૂપ અધિષ્ઠય પુરુષ વડે કરાયેલા કર્મને અનુરૂપ અધિષ્ઠય, વ્યપદેશ કરાય છે. યા...શબ્દાર્થ: વળી અનુદ્રિક્તપણું હોવાને કારણે ત્રણ ગુણોમાંથી બે ગુણોનું અનુદ્રિક્તપણે હોવાને કારણે અર્થાત્ ગૌણપણું હોવાને કારણે, ક્યારેક કોઈક એક પણ ગુણનું અંગીપણાથી ત્રિગુણ પ્રતિક્ષણ પરિણમન પામતું સુખ, દુ:ખ અને મોહાત્મક અનિર્મળ એવું જે ચિત્ત છે તે અભિવ્યંગ્ય ચૈતન્યવાળુ ચિત્ત, તે કર્મને અનુરૂપ એવા શુદ્ધ સત્ત્વમાં અર્થાત્ પોતાના કર્મને અનુરૂપ એવા બુદ્ધિરૂપ શુદ્ધ સત્ત્વમાં, સ્વ આકારના સમર્પણ દ્વારા=સુખ, દુ:ખ અને મોહમાંથી જે વખતે તે અનિર્મળ ચિત્તનો જે આકર વર્તતો હોય તે આકારના સમર્પણ દ્વારા, સંવેદ્યતાને આપાદન કરે છે. તે શુદ્ધ એવું આદ્યપહેલું ચિત્તસત્ત્વ, એક બાજુથી પ્રતિસંક્રાંત ચિત્છાયાવાળું છે, અન્યથી=બીજી બાજુથી, ગ્રહણ કરાયેલ વિષયાકાર ચિત્તથી ઉપઢૌક્તિ સ્વ આકારવાળું ચિસંક્રાંતિના બળથી ચેતનાયમાનઃચેતન જેવું જણાતું, વાસ્તવિક ચૈતન્યના અભાવમાં પણ સુખ, દુ:ખસ્વરૂપ ભોગનો અનુભવ કરે છે. તે જ ભોગ અત્યંત સંનિધાનને કારણે અર્થાત્ બુદ્ધિમાં પુરુષનું અત્યંત સંનિધાન હોવાના કારણે, વિવેકના અગ્રહણથી=બુદ્ધિ અને પુરુષના ભેદના અગ્રહણથી, અભોક્તા પણ પુરુષનો ભોગ છે એ પ્રમાણે વ્યપદેશ કરાય છે. આ જ અભિપ્રાયથી વિંધ્યવાસી વડે ધેવાયું છે – ‘સત્ત્વનું બુદ્ધિનું, તપ્યપણું જ પુરુષનું તપ્યપણું છે.' રૂતિ શબ્દ વિંધ્યવાસીના કથનની સમાપ્તિસૂચક છે. અન્યત્ર પણ પ્રતિબિંબમાં પ્રતિબિંબમાન છાયા દેશ છાયાનો ઉદ્દભવ પ્રતિબિબ શબ્દથી કહેવાય છે, એ રીતે સત્ત્વમાં પણ બુદ્ધિરૂપ ચિત્તમાં પણ પુરુષ સંબંધી ચિછાયા સદેશ સ્વકીય ચિછાયાંતરની અભિવ્યક્તિ પ્રતિબિબ શબ્દનો અર્થ છે.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy