SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી સ્વરૂપભેદ પરવડે પણ અવશ્ય સ્વીકારવો જોઈએ અને તેમ સ્વીકારે તો તે અનાગત અધ્ય વર્તમાનરૂપે થયો ત્યારે તે વર્તમાનનો પર્યાય ત્રિકાળવિષયવાળો દ્રવ્યસ્વરૂપે કહી શકાય, પરંતુ પર્યાયસ્વરૂપે કહી શકાય નહીં. માટે પાતંજલદર્શનકારે ધર્મોને ત્રિકાળવિષયવાળા કહેવા હોય તો દ્રવ્યરૂપે કહી શકે અને તે અનાગત ધર્મો તે તે નિમિત્તથી વર્તમાન અધ્વને પામે છે તે કથન પર્યાયને સ્વીકારવાથી સંગત થાય અર્થાત્ પૂર્વનો પર્યાય નાશ પામ્યો ત્યારે વર્તમાનમાં નવો પર્યાય આવે છે તેથી જે અનાગત ધર્મ હતો તે વર્તમાનને પામે છે માટે પૂર્વ પર્યાયનો નાશ અને વર્તમાન પર્યાયનો ઉત્પાદ, પર્યાયને સ્વીકારવાથી સંગત થાય છે. આનાથી શું ફલિત થાય છે કે કહે છે - ૧૩૦ દ્રવ્ય-પર્યાયરૂપે અધ્યત્રયનો સમાવેશ હોવાથી અતીત અને અનાગત અધ્વમાં રહેલ એવા અભાવનો પણ સર્વથા અભાવ ન હોવાથી પર્યાય અને દ્રવ્યસ્વરૂપથી સ્યાદ્વાદ સંગત : દ્રવ્ય-પર્યાયરૂપે અધ્વત્રયનો સમાવેશ સ્વીકારવાથી અતીત અધ્વમાં રહેલ અને અનાગત અધ્યમાં રહેલ એવા અભાવનું પણ અભૂત્વરૂપે અભાવ નથી=સર્વથા અભાવ નથી, પરંતુ કોઈક સ્વરૂપે અભાવ છે અર્થાત્ જેમ ક્ષણિકવાદી બૌદ્ધ ઘટનો અભાવ થાય છે તે અભૂત્વરૂપે અભાવ સ્વીકારે છે અર્થાત્ ઘટ સર્વથા અસત્ થાય છે તેમ સ્વીકારે છે તેવો અભાવ અતીત, અનાગત ધર્મોનો નથી પરંતુ વર્તમાનપર્યાયરૂપે અતીત, અનાગત ધર્મોનો અભાવ છે અને દ્રવ્યરૂપે તે અતીત, અનાગત ધર્મોનો ભાવ છે. આ રીતે સ્વીકારવાથી પર્યાય અને દ્રવ્યસ્વરૂપ સ્યાદ્વાદ જ યુક્ત છે અર્થાત્ અતીત, અનાગત ધર્મોનો વર્તમાન પર્યાયરૂપે અભાવ છે અને દ્રવ્યસ્વરૂપે ભાવ છે. એ પ્રકારનો સ્યાદ્વાદ જ યુક્ત છે. અન્યથા=એમ ન સ્વીકારીએ તો=અતીત અને અનાગત ધર્મો દ્રવ્યરૂપે વિદ્યમાન છે, પર્યાયરૂપે નથી એમ ન સ્વીકારીએ તો, અને ચિત્તમાં રહેલા ધર્મો અધ્વભેદથી ત્રિકાળવર્તી છે એમ સ્વીકારીએ તો પ્રતિનિયત વચન વ્યવહાર વગેરેની અનુપપત્તિ છે અર્થાત્ અત્યારે ચિત્તમાં અનુભવ વર્તે છે, ત્યારપછી તે અનુભવ વાસનારૂપે પરિણમન પામે છે અને તે વાસના સ્મૃતિરૂપે પરિણમન પામે છે તે પ્રકારનો પ્રતિનિયત વચનવ્યવહાર થાય છે તેની સંગતિ થાય નહિ. આશય એ છે કે, વર્તમાનમાં જે વસ્તુનો અનુભવ થાય છે, તે અનુભવ વાસના નથી, પરંતુ વર્તમાનના અનુભવથી વાસના થાય છે અને બીજી ક્ષણમાં જે વાસના છે તે અનુભવ નથી, તેવો વ્યવહાર પ્રવર્તે છે તેને સંગત કરવો હોય તો પર્યાયરૂપે ભાવોનું પરિવર્તન છે અને દ્રવ્યરૂપે તે સર્વભાવો ત્રિકાલવર્તી છે તેમ સ્વીકારવામાં આવે તો પ્રતિનિયત વચનવ્યવહા૨ થઈ શકે એ પ્રમાણે પદાર્થને જોવાની નિર્મળ દૃષ્ટિવાળા પુરુષે શ્રદ્ધા કરવી જોઈએ. નોંધ : પાતંજલયોગસૂત્ર ૪-૧૨ ઉપરનું આ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મ.નું કથન પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૧૨ના ભાષ્યને સામે રાખીને કહેલ છે. તે પ્રમાણે કોઈક સ્થાને પાઠમાં અશુદ્ધિ જણાય છે તે અશુદ્ધિ સ્વમતિ અનુસાર સુધારીને સંગત જણાય તે મુજબ અહીં લખેલ છે અને તે પ્રમાણે અર્થ કરેલ છે, તેથી બહુશ્રુતોએ ઉચિત નિર્ણય કરીને આ વ્યાખ્યાનો અર્થ કરવો.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy