SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૬-૭ આ પાંચેય પ્રકારના ચિત્તો આત્માને મુક્તાવસ્થાની પ્રાપ્તિમાં ઉપયોગી છે, તેથી પ્રસ્તુત કૈવલ્યપાદમાં તેનું નિરૂપણ કરેલ છે, આમ છતાં સમાધિથી થનારું ચિત્ત વિશેષ પ્રકારે આત્માને મુક્તાવસ્થા પ્રત્યે ઉપયોગી છે તેથી તે ચિત્તનું સ્વરૂપ અન્ય ચિત્તો કરતાં કેવું વિલક્ષણ છે તે સ્પષ્ટ કરે છે – ધ્યાનથી થનારું ચિત્ત=સમાધિથી થનારું ચિત્ત, કર્મવાસના રહિત હોય છે, તેથી સમાધિથી ઉત્પન્ન થયેલા ચિત્તમાં વર્તતા યોગી હંમેશા નિર્લેપ હોય છે. આનાથી એ ફલિત થાય છે કે, મંત્રથી, તપથી જે ચિત્ત ઉત્પન્ન થાય છે તે ચિત્ત યોગીઓ મોક્ષાર્થે નિષ્પન્ન કરે છે, છતાં હું મંત્રનો જપ કરું, તપ કરું, ભગવદ્ભક્તિ કરું ઇત્યાદિ કર્મવાસનાવાળું તે ચિત્ત છે. જયારે સમાધિથી થનારું ચિત્ત જીવની અસંગઅવસ્થા તરફ જનારું હોવાથી કર્મવાસનાથી રહિત છે માટે કૈવલ્ય પ્રાપ્તિ પ્રત્યે સમાધિવાળું ચિત્ત પ્રબળ કારણ છે. ll૪-દા. અવતરણિકા : यथेतरचित्तेभ्यो योगिनश्चित्तं विलक्षणं क्लेशादिरहितं तथा कर्मापि विलक्षणमित्याहઅવતરણિતાર્થ : જે પ્રમાણે ઇતર ચિત્તોથી યોગીનું ચિત્ત વિલક્ષણ છે અને ક્લેશાદિ રહિત છે એ પ્રમાણે કર્મ પણ યોગીઓનું કર્મ પણ, વિલક્ષણ છે, એને કહે છે – સૂત્ર : कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥४-७॥ સૂત્રાર્થ : અશુકલ-અકૃષ્ણ કર્મ યોગીઓને છે. ઇતરને અયોગીઓને, ત્રણ પ્રકારનું કર્મ છે. I૪-ગી ટીકા : 'कर्मेति'-शुभफलदं कर्म यागादि शुक्लम्, अशुभफलदं ब्रह्महत्यादि कृष्णम्, उभयसङ्कीर्णं शुक्लकृष्णम्, तत्र शुक्लं कर्म विचक्षणानां दानतप:स्वाध्यायादिमतां पुरुषाणाम्, कृष्णं कर्म नारकिणाम्, शुक्लकृष्णं मनुष्याणाम्, योगिनां तु संन्यासवतां त्रिविधकर्मविपरीतं यत्फलत्यागानुसन्धानेनैवानुष्ठानान्न किञ्चित् फलमारभते ॥४-७॥ ટીકાર્ય : અમર્તવું ... મા તે . શુભફળને આપનારું યાગાદિ કર્મ શુક્લ છે, અશુભફળને આપનારું બ્રહ્મહત્યાદિ કૃષ્ણ છે, ઉભયસંકીર્ણ શુક્લ કૃષ્ણ છે. ત્યાં ત્રણ પ્રકારના કર્મમાં, શુક્લ કર્મ દાન, તપ અને
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy