SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સૂત્રઃ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧ નૌષધિમન્ત્રતપ:સમાધિના: સિદ્ધય: શા૪-શા સૂત્રાર્થ : જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી થનારી સિદ્ધિઓ છે. II૪-૧|| ટીકા ઃ ‘जन्मैविति’-काश्चन जन्मनिमित्ता एव सिद्धयः, यथा पक्ष्यादीनामाकाशगमनादय, यथा वा कपिलमहर्षिप्रभृतीनां जन्मसमनन्तरमेवोपजायमाना ज्ञानादयः सांसिद्धिका गुणाः, औषधिसिद्धयो यथा पारदादिरसायनाद्युपयोगात्, मन्त्रसिद्धिर्यथा मन्त्रजपात् केषां - चिदाकाशगमनादि, तपः सिद्धिर्यथाविश्वामित्रादीनाम्, समाधिसिद्धिः प्राक् प्रतिपादिता, एताः सिद्धयः पूर्वजन्मक्षपितक्लेशानामेवोपजायन्ते तस्मात् समाधिसिद्धाविवान्यासां सिद्धीनां समाधिरेव जन्मान्तराभ्यस्तः कारणं, मन्त्रादीनि निमित्तमात्राणि ॥४- १॥ ટીકાર્ય : काश्चन નિમિત્તમાત્રા ।। કેટલીક જન્મનિમિત્ત જ સિદ્ધિઓ છે. જે પ્રમાણે - પક્ષી વગેરેમાં આકાશગમનાદિ, અથવા કપિલમહર્ષિ વગેરેને જન્મતાની સાથે જ ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ સાંસિદ્ધિ સ્વાભાવિક ગુણો, જ્મનિમિત્ત જ સિદ્ધિઓ છે એ પ્રમાણે અન્વય છે. ઔષધિસિદ્ધિઓ-જે પ્રમાણે - પારદ વગેરે રસાયનાદિ ઉપયોગથી થાય છે તે ઔષધિસિદ્ધિ છે. મંત્રસિદ્ધિ-જે પ્રમાણે - મંત્રના જપથી કેટલાક્ને આકાશગમનાદિ થાય છે તે મંત્રસિદ્ધિ છે. તપસિદ્ધિ-જે પ્રમાણે - વિશ્વામિત્ર વગેરેને થયેલ તે તપસિદ્ધિ છે. સમાધિસિદ્ધિ - પૂર્વમાં પ્રતિપાદન કરાયેલ સમાધિસિદ્ધિ છે. આ સિદ્ધિઓજન્મ, ઔષધિ આદિથી થનારી આ સિદ્ધિઓ, પૂર્વ જન્મમાં ક્ષપિત=ક્ષય કરેલા, ક્લેશવાળા જ જીવોને થાય છે. તે કારણથી સમાધિની સિદ્ધિમાં જેમ જ્ન્માંતરમાં અભ્યસ્ત=અભ્યાસ કરેલ, સમાધિ જ કારણ છે તેમ અન્ય સિદ્ધિઓનું=જન્મ, ઔષધિ આદિથી થનારી સિદ્ધિઓનું, કારણ જન્માંતરમાં અભ્યસ્ત સમાધિ જ છે. અહીં પ્રશ્ન થાય કે જો સર્વ સિદ્ધિ પ્રત્યે જન્માંતરમાં અભ્યસ્ત સમાધિ જ કારણ છે તો મંત્રાદિથી સિદ્ધિ થાય છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે - મંત્રાદિ નિમિત્તમાત્ર છે. II૪-૧II ભાવાર્થ : ત્રીજા સમાધિપાદમાં યોગના સેવનથી યોગીઓને અનેક પ્રકારની સિદ્ધિઓ થાય છે તેમ બતાવ્યું.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy