SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી | ઉપસંહાર ભાવાર્થ: તૃતીય વિભૂતિપાદનો ઉપસંહાર : આ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અંતરંગ ત્રણ યોગના અંગો. ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અંતરંગ ત્રણ યોગાંગોની સંયમ સંજ્ઞા. સંયમના વિષયને પ્રતિપાદન કરવા માટે નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રતા પરિણામરૂપ ત્રણ પરિણામોનું ઉપપાદન. આ સંયમના બળથી ઉત્પન્ન થતી પૂર્વાન્તભવ, અપરાન્તભવ અને મધ્યભવ સિદ્ધિઓનું પ્રતિપાદન. આ સમાધિના આશ્વાસની ઉત્પત્તિ માટે ભુવનજ્ઞાનાદિરૂપ બાહ્યસિદ્ધિઓ અને કાયવ્હાદિરૂપ અત્યંતરસિદ્ધિઓનું કથન. આ સમાધિમાં ઉપયોગ માટે ઇન્દ્રિયજય અને પ્રાણજયાદિપૂર્વક અને પરમપુરુષાર્થની સિદ્ધિ માટે યથાક્રમ અવસ્થાસહિત ભૂતજય, ઇન્દ્રિયજય અને સત્ત્વજયથી ઉદ્ભવ થયેલી એવી સિદ્ધિઓનું વ્યાખ્યાન. વિવેકજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ઉપાયોનો ઉપવાસ કરીને સર્વસમાધિની અવસ્થાના પર્યતે થનારા તારકજ્ઞાનના સ્વરૂપનું કથન. તારકજ્ઞાનની પ્રાપ્તિથી કૃતઅધિકારવાળો ચિત્તસર્વસ્વકારણમાં અનુપ્રવેશ થવાને કારણે=પ્રકૃતિમાં | વિલય થવાને કારણે, પુરુષને કૈવલ્યની પ્રાપ્તિ. इति श्रीभोजदेवविरचितायां राजमार्तण्डभिधायां पातञ्जलवृत्तौ विभूतिपादस्तृतीयः ॥
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy