SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | પ્રાસ્તાવિક પતંજલિ પ્રણીત યોગસૂત્ર ઉપર ધારેશ્વર ભોજદેવે આ વૃત્તિ-ટીકા લખેલી જે રાજમાર્તડ' નામથી પ્રસિદ્ધ છે. પતંજલિપ્રણીત યોગસૂત્રના ચાર પાદ છે : (૧) સમાધિપાદ, (૨) સાધનપાદ, (૩) વિભૂતિપાદ અને (૪) કેવલ્યપાદ. તૃતીય વિભૂતિપાદમાં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત કથન : ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અંતરંગ ત્રણ યોગાંગોનું સ્વરૂપ અને અંતરંગ ત્રણ યોગાંગોની સંયમસંજ્ઞાનો નિર્દેશ, સંયમના વિષયને પ્રતિપાદન કરવા માટે નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રતાપરિણામરૂપ ત્રણ પરિણામોનું કથન, સંયમના બળથી ઉત્પન્ન થતી પૂર્વાતભવ, અપરાંતભવ અને મધ્યભવ સિદ્ધિઓનું પ્રતિપાદન, સમાધિના આશ્વાસની ઉત્પત્તિ માટે બાહ્ય સિદ્ધિઓ અને અત્યંતર સિદ્ધિઓનું કથન, સમાધિમાં ઉપયોગ માટે પ્રાણજયાદિપૂર્વક ઇન્દ્રિયજય અને પરમપુરુષાર્થની સિદ્ધિ માટે યથાક્રમ અવસ્થા સહિત ભૂતજય, ઇન્દ્રિયજય અને સત્ત્વજયથી ઉદ્ભવ થયેલી એવી સિદ્ધિઓનું વર્ણન, વિવેકજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ઉપાયોનો ઉપવાસ કરવાપૂર્વક સર્વસમાધિની અવસ્થાના પર્યત થનારા તારકજ્ઞાનના સ્વરૂપનું કથન અને તારકજ્ઞાનની પ્રાપ્તિથી ચિત્તસત્ત્વ પ્રકૃતિમાં વિલય થવાને કારણે પુરુષને કૈવલ્યની પ્રાપ્તિનું કથન. ચતુર્થ કૈવલ્યપાદમાં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત કથન:| સર્વ સિદ્ધિઓના મૂળભૂત એવી સમાધિસિદ્ધિઓનું વર્ણન, જાત્યંતર પરિણામ સ્વરૂપ સિદ્ધિવિશેષનું કારણ પ્રકૃતિનું આપૂરણ, ધર્માદિનું પ્રતિબંધકમાત્રમાં સામર્થ્ય, નિર્માણચિત્તોનો અસ્મિતા માત્રથી ઉભવ અને નિર્માણચિત્તોનું અધિષ્ઠાપક યોગચિત્ત, યોગીઓના ચિત્તનું અન્ય ચિત્તોથી વિલક્ષણપણું અને તેઓના કર્મોનું અલૌકિકપણું, વાસનાઓમાં આતંતયનું ઉપપાદન, વાસનાઓમાં અનાદિપણાનું ઉપપાદન, વાસનાઓના અનંતપણામાં પણ હતુ અને ફલાદિ દ્વારા હાનનું કથન, અતીત અધ્વાદિમાં ધર્મોના સભાવનું કથન, વિજ્ઞાનવાદનું નિરાકરણ અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન, પુરુષનું જ્ઞાતૃત્વ ચિત્ત દ્વારા સંકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન, ચિત્ત દ્વારા સકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન, પ્રકૃતિથી અતિરિક્ત પુરુષના સત્ત્વમાં પ્રમાણનું ઉપદર્શન, કૈવલ્યના નિર્ણય માટે ક્રમસર ઉપયોગી અર્થનું અભિધાન અને શાસ્ત્રાંતોમાં પણ પાતંજલદર્શનકારે કહેલ કૈવલ્યના સ્વરૂપનો નિર્ણય. આ રીતે પાતંજલયોગસૂત્ર ભાગ-રમાં ઉપરોક્ત પદાર્થનું વર્ણન કરેલ છે. પરમપૂજય ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે ચારે પાદના કેટલાક સૂત્રો ઉપર જૈનમતાનુસારી વ્યાખ્યા કરીને તે તે પદાર્થોની સમાલોચના કરેલ છે. તેમાંથી તૃતીય અને ચતુર્થપાદમાં નીચે મુજબ પદાર્થોની વિચારણા કરેલ છે : તૃતીય પાદમાં કરેલ પદાર્થોની વિચારણા - સૂત્ર-૩/૫૫ કહેલ કૈવલ્યના સ્વરૂપમાં તર્ક અને યુક્તિ દ્વારા વિશેષ સમાલોચના.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy