SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૦-૫૧ વિવેક પ્રગટેલ હોવાથી સજ્વરૂપ બુદ્ધિ અને પુરુષમાં અન્યતા છે તેવો સ્પષ્ટ બોધ થાય છે. તેવા પ્રકર્ષવાળા બોધથી યોગી સર્વજ્ઞ અને સર્વભાવોના અધિષ્ઠાતા બને છે, આવા પ્રકારની યોગીને સિદ્ધિ થાય છે, તે વિશોકસિદ્ધિ કહેવાય છે. આ વિશોકાસિદ્ધિવાળા યોગીઓને બાહ્ય વિષયોમાં વૈરાગ્ય હોય છે, અને જ્યારે તેઓને વિશોકસિદ્ધિમાં પણ વૈરાગ્ય પ્રગટે છે, ત્યારે તેઓને પાતંજલ મત પ્રમાણે ગુણોમાં પણ વૈરાગ્ય થાય છે. તેથી બે પ્રકારના વૈરાગ્યની પ્રાપ્તિ તેઓને થાય છે – (૧) વિષયોમાં વૈરાગ્ય અને (૨) વિશોકાસિદ્ધિરૂપ ગુણોમાં વૈરાગ્ય. આ બંને પ્રકારના વૈરાગ્યના પ્રર્ષને કારણે રાગાદિ દોષોના બીજ એવી અવિદ્યા આદિનો નિક્ળ નાશ થાય છે, અને તેના કારણે પુરુષને કેવલપણું પ્રાપ્ત છે–પુરુષ પ્રકૃતિથી ભિન્ન બને છે અર્થાત્ પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠાન પામે છે; કેમ કે પુરુષાર્થશૂન્ય એવા ગુણો પ્રતિલોમપરિણામથી પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે, તેથી હવે તે ગુણોનો પુરુષને ભોગસંપાદન કરવાનો કે અપવર્ગસંપાદન કરવાનો જે અધિકાર હતો, તે સમાપ્ત થાય છે. ૩-૫oll અવતરણિકા : अस्मिन्नेव समाधौ स्थित्युपायमाह - અવતરણિકાર્ય : આ જ સમાધિમાં=વિવેકખ્યાતિરૂપ સમાધિમાં, સ્થિતિના ઉપાયને કહે છે – સૂત્ર : स्वाम्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनरनिष्टप्रसङ्गात् ॥३-५१॥ સૂત્રાર્થ : સ્વામીને ઉપનિમંત્રણ કરાયું છd=સમાધિના સ્વામીને દેવતાઓ દ્વારા ઉપનિમંત્રણ કરાયે છત, સંગ યાને મયનું ચકરણ વિવેકખ્યાતિમાં સ્થિતિનો ઉપાય છે; કેમ કે ફરી અનિષ્ટનો પ્રસંગ છે અર્થાત્ સંગ અને મય કરવાથી યોગીને ફરી અનિષ્ટની પ્રાપ્તિ છે. Il3-૫૧| ટીકા : ___स्वाम्युपनिमन्त्रण इति'-चत्वारो योगिनो भवन्ति, तत्राभ्यासवान्प्रवृत्तमात्रज्योतिः प्रथमः, ऋतम्भरप्रज्ञो द्वितीयः, भूतेन्द्रियजयी तृतीयः, अतिक्रान्तभावनीयश्चतुर्थः, तत्र चतुर्थस्य समाधेः प्राप्तसप्तविधप्रान्तभूमिप्रज्ञो भवति, ऋतम्भरप्रज्ञस्य द्वितीयां मधुमतीसञ्ज्ञां भूमिका साक्षात्कुर्वतः स्वामिनो देवा उपनिमन्त्रयितारो भवन्ति, दिव्यस्त्रीरसायनादिकं ढोकयन्ति, तस्मिन्नुपनिमन्त्रणे नानेन सङ्गः कर्तव्यः, नापि स्मयः, सङ्गकरणे पुनर्विषयभोगे
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy