SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 3o પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૦ चतस्रोऽवस्थाः शक्तिरूपतयाऽवतिष्ठन्ते, तत एकैकस्यास्त्याग उत्तरोत्तरत्रेति चतुरवस्थोऽयं સપ્રતિ: સમાધિ: I-૨૭. ટીકાર્ય : યા તુ... સમાધ: એ વળી જ્યારે રજ અને તમના લેશથી અનુવિદ્ધ એવા અંત:કરણના સત્ત્વનું ભાવન કરાય છે ત્યારે ચિતિશક્તિનો ગૌણભાવ હોવાથી અને સુખપ્રકાશમય એવા ભાવ્યમાન=ભાવન કરાતાં, સત્ત્વનો ઉદ્રક હોવાથી સાનંદસમાધિ થાય છે. આ જ સમાધિમાં સાનંદસમાધિમાં, જેઓ બદ્ધવૃત્તિવાળા પ્રધાનપુરુષરૂપ તત્ત્વાંતરને જોતા નથી. તેઓ વિગતદેહનું અહંકારપણું હોવાથી વિદેહશબ્દથી વાચ્ય બને છે. આ ગ્રહણ સમાપત્તિ છે. ત્યારપછી રજ અને તેમના લેશથી અનભિભૂત એવા શુદ્ધ સત્ત્વને આલંબન કરીને જે ભાવના પ્રવર્તે છે તેમાંeતે ભાવનામાં, ગ્રાહા એવા સત્ત્વનો ચભાવ હોવાથીeગૌણભાવ હોવાથી, અને ચિતિશક્તિનો ઉદ્રક હોવાથીઅધિકતા હોવાથી, સત્તામાત્રના અવશેષપણાથી સમાધિ થાય છે તે સામિતસમાધિ એ પ્રમાણે કહેવાય છે. ચાર પ્રકારની સંપ્રજ્ઞાતસમાધિનું વર્ણન કર્યું ત્યાં ચોથી સમાધિ અસ્મિતા છે તે અહંકારરૂપ છે એવો કોઈને ભ્રમ થાય તેના નિવારણરૂપે કહે છે – અને અહંકાર અને અસ્મિતાનો અભેદ છે એ પ્રમાણે શંકા ન કરવી. જ કારણથી જેમાં અંત:કરણ ‘રમ્' હું એ પ્રકારના ઉલ્લેખથી વિષયોનું વેદન કરે છે તે અહંકાર છે, જેમાં અંતર્મુખપણાને કારણે પ્રતિલોમપરિણામરૂપ પ્રકૃતિમાં લીન એવા ચિત્તમાં સત્તામાત્ર ભાસે છે તે અસ્મિતા છે. આ જ સમાધિમાં સામિતસમાધિમાં, જેઓ કૃતપરિતોષવાળા=સંતોષ પામેલા, પરમાત્મરૂપ પુરુષને જોતા નથી, તેઓનું ચિત્ત સ્વકારણમાં=પોતાનું કારણ એવી પ્રકૃતિમાં, લય પામે છતે પ્રકૃતિલય પ્રકૃતિમાં લયને પ્રાપ્ત કરવાવાળા, એ પ્રમાણે કહેવાય છે. જેઓ પરમપુરુષને જાણીને ભાવનામાં પ્રવર્તે છે તેઓની આ અસ્મિતાસમાધિ, વિવેકખ્યાતિરૂપ ગ્રહીતૃસમાપત્તિ છે એ પ્રમાણે કહેવાય છે. ત્યાં=સંપ્રજ્ઞાતસમાધિમાં, ચાર અવસ્થાઓ શક્તિરૂપપણાથી રહેલી છે તેથી એક એક્નો ત્યાગ ઉત્તર ઉત્તરમાં થાય છે પાછળ પાછળની સમાધિમાં પૂર્વ પૂર્વની સમાધિનો ત્યાગ થાય છે, એથી ચાર અવસ્થાવાળી આ સંપ્રજ્ઞાતસમાધિ છે. ll૧-૧૭ના ભાવાર્થ : પૂર્વમાં વિતર્ક અને વિચાર આ બે સમાધિ નિર્વિતર્ક અને નિર્વિચાર સહિત બતાવી. હવે આનંદસમાધિનું સ્વરૂપ રાજમાર્તડ ટીકાકાર સ્પષ્ટ કરે છે – (૩) સાનંદસંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ : જયારે યોગી રજ અને તેમના લેશથી અનુવિદ્ધ સહિત એવા અંતઃકરણરૂપ સત્ત્વનું ભાવન કરે
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy