SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે ૫. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું તે રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy