SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧-૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૩ યોગની પહેલી દષ્ટિમાં પણ રહેલા જીવો જયારે જિનમાં કુશલ ચિત્ત કરે છે કે અન્ય પ્રકારના યોગબીજો ગ્રહણ કરે છે ત્યારે પણ ક્લિષ્ટ્રચિત્તવૃત્તિનો નિરોધ હોવાથી યોગનું લક્ષણ ત્યાં પણ સંગત થશે અને અન્ય પણ યોગની પ્રવૃત્તિકાળમાં ક્લિચિત્તવૃત્તિનો નિરોધ હોવાથી યોગનું લક્ષણ સંગત થશે, અને જીવો જ્યારે સંસારની કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે ક્લિષ્ટ્રચિત્તવૃત્તિઓ વર્તે છે તે ચિત્તવૃત્તિઓ યોગ નથી પરંતુ યોગથી વિપરીત અવસ્થા છે તેમ સંગત થશે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ચોગવિંશિકાના વચનથી “મોક્ષની સાથે ચોજન કરનાર સર્વ પણ ધર્મવ્યાપાર યોગ” : અથવા સુરિપુરંદર પૂજય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ યોગવિંશિકા ગાથા-૧માં યોગનું લક્ષણ કર્યું કે, “મોક્ષની સાથે યોજન કરનારો સર્વ પણ ધર્મવ્યાપાર યોગ છે' તેથી જે મુનિ સમિતિ-ગુપ્તિ પૂર્વક સર્વ પ્રવૃત્તિ કરે છે તે મુનિનો સર્વ પણ ધર્મવ્યાપાર યોગ છે એ પ્રકારનું યોગનું લક્ષણ કરવું ઉચિત છે. વિશેષાર્થ: પતંજલિઋષિએ ‘ચિત્ત વૃત્તિનિરોધ યોગનું લક્ષણ કર્યું અને યમ-નિયમાદિ આઠેયને યોગના અંગો તરીકે આગળમાં કહે છે તેમ સ્વીકારીએ તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે ચિત્તવૃત્તિનો નિરોધ પ્રાપ્ત થાય છે તે યોગ છે તેમ પ્રાપ્ત થાય અને તેની પૂર્વે આઠ યોગાંગો છે એ યોગની આઠ દૃષ્ટિસ્વરૂપ છે, તેથી ક્ષપકશ્રેણિ સુધીનો સર્વ અંશ યોગાંગમાં અંતર્ભાવ પામે. વળી પૂજય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ અધ્યાત્માદિ પાંચને યોગ તરીકે ગ્રહણ કરેલ છે તેથી દેશવિરતિધરશ્રાવકથી માંડીને પ્રાપ્ત થતા સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ યોગ છે અને તે અધ્યાત્માદિ પાંચ ભેદોવાળું છે તેમાંથી અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતા એ ચાર યોગ પાતંજલને માન્ય આઠ યોગાંગમાં અંતર્ભાવ પામે છે. જો કે, પાતંજલમાન્ય પ્રથમના પાંચ યોગાંગો અધ્યાત્મની પૂર્વભૂમિકારૂપ છે, તોપણ ત્યાં ઉપચારથી અધ્યાત્મ અને ભાવનારૂપ યોગ વ્યવહારનય સ્વીકારે છે, તેથી પાતંજલને અભિમત આઠેય યોગાંગો અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતામાં અંતર્ભાવ પામે છે અને વૃત્તિસંક્ષયયોગસ્વરૂપ બને છે, જે કેવલજ્ઞાનની અવસ્થાસ્વરૂપ છે. અવતરણિકા: इदानीं सूत्रकारश्चित्तवृत्तिनिरोधपदानि व्याख्यातुकामः प्रथम चित्तपदं व्याचष्टे - અવતરણિકાર્ય : હવે પાતંજલસૂત્રકાર યોગના લક્ષણ અંતર્ગત ચિત્તવૃત્તિનિરોધના પદોનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા પ્રથમ ચિત્તપદનું વ્યાખ્યાન કરે છે –
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy