SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૦ ભાવાર્થ: (૧) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં પ્રથમ ચોગાંગરૂપ ચમનું સ્વરૂપ : (૧) હિંસાના અભાવરૂપ અહિંસા : જે સાધક યોગીઓ બાહ્યથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી હિંસાના પરિવાર માટે સર્વ સંયમની ક્રિયાઓ કરે છે તેમની સંયમની સર્વ આચરણાઓ અહિંસાના પાલનરૂપ છે. જેમ-જૈનમુનિઓ ઇર્યાસમિતિપૂર્વક ગમનની ચેષ્ટા કરે, સૂક્ષ્મ એવા પણ જીવોનો પ્રાણનાશ ન થાય એ રીતે શાસ્ત્રવિધિ અનુસાર પડિલેહણાદિ ક્રિયા કરે કે આહારગ્રહણની ક્રિયામાં લેશ પણ કોઈ જીવની હિંસામાં સાક્ષાત્ કે પરંપરાએ કારણ ન બને તે રીતે યતના કરે તો તે અહિંસાવ્રતનું પાલન પ્રથમ મહાવ્રતરૂપ કહેલ છે. (૨) વાણી અને મનનું યથાર્થપણું સત્ય : વાણી અને મનનું યથાર્થપણું એ સત્યરૂપ યમ છે. જે સાધક યોગીઓ પોતાને જે બોધ હોય અને તે બોધને અનુરૂપ તેમનું મન પ્રવર્તતું હોય, તેના કરતાં વિપરીત વચન ક્યારે પણ બોલે નહિ, તે સત્ય નામનો બીજો યમ છે. (૩) પરના ધનનું અપહરણનો અભાવ અસ્તેય : પારકી સંપત્તિનું હરણ તે તેય છે અને તેનો અભાવ તે અસ્તેય છે, આથી અન્ય જીવોના દેહને ગ્રહણ કરવાથી સૂક્ષ્મ તેયની પ્રાપ્તિ છે; કેમ કે અન્ય જીવાનો દેહ એ તેમની સંપત્તિ છે. જે સાધયોગીઓ અન્ય જીવોના દેહનો ગ્રહણ પોતાનાથી ન થાય તદર્થે સચિત્તે વસ્તુઓનો પણ ઉપભોગાદિ કરતા નથી, તે અસ્તેય નામનો ત્રીજો યમ છે. (૪) ઉપસ્થનો સંયમ બ્રહ્મચર્ય : પાતંજલમતાનુસાર કામવૃત્તિ પરનો સંયમ એ બ્રહ્મચર્ય છે. જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર વ્યવહારથી કામ ઉપરનો સંયમ બ્રહ્મચર્ય છે અને સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો આત્માનું સ્વરૂપ બ્રહ્મ છે અને આત્માના સ્વરૂપમાં જવાને અનુકૂળ ઉદ્યમ થતો હોય તો પાંચેય ઇન્દ્રિયોનો સંયમ વર્તે છે. તેથી પાંચેય ઇન્દ્રિયો પ્રત્યેનો સંયમ બ્રહ્મચર્ય છે. જે સાધક યોગીઓ કામવૃત્તિઓ ઉપર સંયમ રાખીને આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવાને અનુકૂળ યત્ન કરે છે અને મન ઉપર કાબૂ રાખીને પાંચ ઇન્દ્રિયોનો સંયમ રાખે છે તે બ્રહ્મચર્ય નામનો ચોથો યમ છે. (૫) ભોગસાધનોનો અસ્વીકાર અપરિગ્રહ : જે સાધક યોગીઓ દેહથી માંડીને સર્વ બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરીને માત્ર ધર્મના સાધનરૂપે
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy