SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૦ હતાધિકારવાળા નાશ પામેલ અધિકારવાળા, એવા બુદ્ધિના ગુણો ગિરિના શિખર ઉપરથી પડેલા પત્થરોની જેમ ફરી સ્થિતિને પામતા નથી, સ્વકારણમાં પોતાના કરણમાં, પ્રવિલયને અભિમુખ એવા ગુણોના મોહ નામના મૂળકારણનો અભાવ હોવાથી અને નિપ્રયોજનપણું હોવાથી આમનો=બુદ્ધિના ગુણોનો પ્રરોહ ઉદ્ગમ ક્યાંથી હોય ? અર્થાત્ બુદ્ધિના ગુણોની ઉત્પત્તિ થાય નહિ. (૨) મને સમાધિ સાત્મીભૂત પ્રકૃતિભૂત, થઈ છે, (૩) તે હોતે છતે સમાધિ સાત્મીભૂત રીતે છતે હું સ્વરૂપ પ્રતિષ્ઠ-સ્વરૂપમાં રહેલો છે. આવા પ્રકારની ત્રણ પ્રકારે ચિત્તવિમુક્તિ છે. તવં.... રૂત્યુચ્યતે | આ રીતે આવા પ્રકારની સાત પ્રકારની પ્રાંતભૂમિની પ્રજ્ઞા ઉત્પન્ન થયે છતે પુરુષ કેવલ છે. એ પ્રમાણે કહેવાય છે. li૨-૨૭ll ભાવાર્થ : ઉત્પન્ન થયેલ વિવેકખ્યાતિવાળા ચોગીને જ્ઞાતવ્યના વિવેકરૂપ પ્રાંતભૂમિમાં સાત પ્રકારની પ્રજ્ઞાનું સ્વરૂપ : યોગીઓ વિવેક ઉત્પન્ન કરવા માટે સર્વ ઉદ્યમ કરે છે અને તદર્થે જ શાસ્ત્રાધ્યયન કરે છે, શાસ્ત્રાધ્યયન કરીને તેનું સતત મનન, ચિંતન કરે છે અને મનન-ચિંતન દ્વારા શાસ્ત્રાધ્યયનના ભાવો જયારે સ્થિર થાય છે ત્યારે તે યોગી ઉત્પન્ન વિવેકજ્ઞાનવાળા થાય છે અને ઉત્પન્ન વિવેકજ્ઞાનવાળા યોગીને જ્ઞાતવ્યના વિવેકરૂપ સાત પ્રકારની પ્રજ્ઞા પ્રાંતભૂમિમાં થાય છે અર્થાત્ યોગી શાસ્ત્રાધ્યયન કરીને સાલંબનસમાધિમાં યત્ન કરે છે અને સકલ સાલંબનસમાધિની અંતિમ ભૂમિકામાં તે યોગીને સાત પ્રકારની પ્રજ્ઞા પ્રગટે છે. તે સાત પ્રકારની પ્રજ્ઞામાંથી ચાર પ્રકારની પ્રજ્ઞા કાર્યવિમુક્તિરૂપ છે, તેથી તે યોગી સર્વ કાર્યથી નિવૃત્ત થઈને નિષ્ક્રિય એવી આત્માની અવસ્થાને પ્રાપ્ત કરવા માટે અભિમુખ પરિણામવાળા બને છે. ચાર પ્રકારની કાર્યવિમુક્તિરૂપ પ્રજ્ઞાનું સ્વરૂપ : (૧) “મારા વડે ય જ્ઞાત છે તેથી મારે કાંઈ જાણવા યોગ્ય બાકી રહેતું નથી' એ પ્રકારની કાર્યવિમુક્તિનું સ્વરૂપ : સામાન્યથી જીવોમાં શેયનું જ્ઞાન કરવા માટે ઔસુક્ય હોય છે, તેથી સંસારી જીવો તે તે શેયને જાણવા માટે અને તેમાંથી આનંદ લેવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ સાધક એવા યોગીને જયારે જણાય છે કે, મારા વડે શેય જ્ઞાત છે. હવે મારે કાંઈ જ્ઞાતવ્ય નથી, તેથી કોઈ શેયને જાણવા વિષયક ઔત્સુક્ય યોગીની ચિત્તભૂમિમાં નથી. આ પ્રથમ પ્રકારની કાર્ય વિમુક્તિ છે. (૨) મારા ક્લેશો ક્ષય પામેલા છે, તેથી મારે કાંઈ ક્ષય કરવા યોગ્ય નથી' એ પ્રકારની કાર્યવિમુક્તિનું સ્વરૂપ : સાધક એવા યોગીને પોતાના લેશો ક્ષીણ કરવાની ઇચ્છા હોય છે, તેથી સતત પોતાના ક્લેશોને ક્ષણ કરવાના પ્રયત્નવાળા હોય છે પરંતુ યોગની અંતિમભૂમિને પામેલા યોગીઓનો ક્લેશો ક્ષીણ
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy