SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૯ | સૂત્ર-૧૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અને અસ્મિતા ઉપર ચિત્તને સ્થિર કરે છે, તે પાંચ તન્માત્રા અને અસ્મિતા એ કારણરૂપ છે માટે અવિશેષ છે. (૩) બુદ્ધિરૂપ લિંગમાત્ર અવસ્થા વિશેષ : યોગી પાંચમહાભૂત અને અગ્યાર ઇન્દ્રિયોરૂપ વિશેષ અને પાંચ તન્માત્રા અને અસ્મિતારૂપ અવિશેષ ઉપર ચિત્તને સ્થિર કર્યા પછી લિંગમાત્રરૂપ જે બુદ્ધિ પુરુષને જ્ઞાન કરાવે એવી લિંગમાત્રરૂપ બુદ્ધિ, તેના ઉપર ચિત્તને સ્થિર કરે છે. (૪) અવ્યક્તરૂપ અલિંગ અવસ્થાવિશેષ : યોગી પાંચમહાભૂત અને અગ્યાર ઇન્દ્રિયોરૂપ વિશેષ, પાંચ તન્માત્રા અને અસ્મિતારૂપ અવિશેષ અને લિંગમાત્રરૂપ બુદ્ધિ આ ત્રણે ઉપર ક્રમશઃ ચિત્તને સ્થિર કર્યા પછી અવ્યક્તરૂપ અલિંગ એવી પ્રકૃતિ ઉપર ચિત્તને સ્થિર કરે છે. આ પ્રમાણે યોગી યત્ન કરે છે ત્યારે પાંચમહાભૂતાદિ ત્રેવીસ તત્ત્વો ક્રમસર પ્રતિલોમપરિણામથી વિશ્રાંત થતાં થતાં પ્રકૃતિમાં વિલય પામે છે ત્યારે પુરુષનો મોક્ષ થાય છે અર્થાત્ પુરુષ મુક્ત થયો એમ કહેવાય છે. ll૨-૧૯ના પાતંજલ યોગસૂત્ર ૨-૧૯ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા : [य.] व्याख्या-प्रागभावप्रध्वंसाभावानभ्युपगमे सर्वमेतदुक्तमनुपपन्नम् । तदुक्तમhત્તર "कार्यद्रव्यमनादि स्यात् प्रागभावस्य निह्नवे । प्रध्वंसस्यापलापे तु तदेवानन्ततां व्रजेत्" ॥१॥ तदुपगमे तु द्रव्यपर्यायोभयरूपत्वाद्वस्तुनः सर्वत्र त्रैलक्षण्येन कथञ्चिदेषा व्यवस्था युज्येतापीति वयं वदामः ॥ વ્યાખ્યામાં પ્રવ્વસામાવીનમ્યુપામે છે તેનો અર્થ ‘પ્રધ્વંસરૂપ અભાવની અસ્વીકાર કરાય છતે’ એ પ્રમાણે અર્થ સંગત જાણવો. અર્થ : VITTHવ ..... અનુપપત્રમ્ | પ્રાગભાવનો અને પ્રધ્વસાભાવનો અસ્વીકાર કરાયે છતે સર્વ જ આ પ્રસ્તુત ૨-૧૯ પાતંજલયોગસૂત્રમાં બતાવેલ સર્વ જ પર્વસ્થાનો, અનુપાન-અસંગત, છે. તદુર્નિફ્રેન-તે ઉપરમાં કથન કર્યું તે, અલંકદેવ વડે કહેવાયું છે – “વાર્યક્રવ્ય ત્રનેત્” પ્રાગભાવના નિલવમાં કાર્યદ્રવ્ય અનાદિ થાય, વળી પ્રધ્વસના અપલાપમાં તે કાર્યદ્રવ્ય જ, અનંતતાને પ્રાપ્ત કરે.” તદુપરાને તુ.... વામ: એ વળી તેના ઉપગમમાં પ્રાગભાવના અને પ્રધ્વસાભાવના સ્વીકારવામાં,
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy