SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૧૦૩ હવે જો પાતંજલદર્શનકાર એક ભવમાં કરાયેલો કર્મસંચય ઉત્તરના એકભવના ફળપ્રચયનું કારણ છે તેમ સ્વીકારે તો તેમના મતમાં સાત જન્મ સુધી બ્રાહ્મણપણાની પ્રાપ્તિનું કર્મ સંગત થાય નહીં, તેને બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે તમારા મતે એક જ કર્મ ઉત્તરના ભવની પ્રારબ્ધતાને પ્રાપ્ત કરતું નથી, પરંતુ એક જન્મના આખા જીવન દરમિયાન સેવાયેલા છે તે ક્ષણવર્તી ઘણા સુખનો હેતુ કે અલ્પ સુખનો હેતુ અથવા ઘણા દુ:ખનો હેતુ કે અલ્પ દુઃખનો હેતુ એવા ભારે કર્મનો કે અલ્પકર્મનો સમૂહ માયણકાળથી ઉબુદ્ધવૃત્તિવાળા થવાથી ઉત્તરના જન્મની પ્રારબ્ધતાને ઉત્પન્ન કરે છે, તેથી એક જ જન્મમાં સાત જન્મ સુધીના ભોગકર્મની આપત્તિ પ્રાપ્ત થાય અર્થાત્ કોઈક બ્રાહ્મણને તે એક ભવના કર્મના સંચય દ્વારા સાત ભવના બ્રાહ્મણના ભવો દ્વારા જે કર્મો ભોગવી શકાય તે સર્વ કર્મો એક જ જન્મમાં પ્રાપ્ત થવાની આપત્તિ આવે. તે આપત્તિના નિવારણ માટે પાતંજલદર્શનકારને કહેવું પડે કે એક જ જન્મમાં તેવા કર્મપ્રચયનો જે સંચય થયો છે તે પ્રાયણસપ્તક દ્વારા સાત ભવમાં ક્રમસર વિપાકમાં આવે છે. અથવા તો ગીતાના અધ્યાય-૮, શ્લોક-૮નું વચન “ચં ચં વાપિ ભવ' એ વચનને ગ્રહણ કરીને કહે કે, પ્રાયણસપ્તકથી ઉત્પાદિત એવા તે દેહાન્તર વિષય અંતિમ પ્રત્યય, તે પ્રત્યય દ્વારા તે કર્મ ક્રમસર લબ્ધ=પ્રાપ્ત પ્રારબ્ધતાવાળું છે, તેથી સાત જન્મ સુધી બ્રાહ્મણપણાનું ઉત્પાદક બને છે. આ રીતે પાતંજલદર્શનકાર કહે તો તેને પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કહે છે – પાતંજલદર્શનકારને એકભવિકકર્ભાશયની પ્રતિજ્ઞાનો ત્યાગ કરવાની આપત્તિ : એકભવિક કર્ભાશયની પ્રતિજ્ઞા જે પાતંજલદર્શનકાર કરે છે તે પ્રતિજ્ઞાનો ત્યાગ થાય છે; કેમ કે એક ભવમાં સંચય કરેલું કર્મ ઉત્તરના એક ભવમાં વિપાકમાં આવતું નથી, પરંતુ ક્રમસર સાત ભવ સુધી વિપાકમાં આવે છે, માટે એકભવિક કર્ભાશય ઉત્તરના એકભવના ફળપ્રચય પ્રત્યે કારણ છે તે સિદ્ધાંતનો અમલાપ થાય છે. ભગવદ્ગીતાના ઉદ્ધારણરૂપ સ્મૃતિનો અર્થ : અહીં ગીતાનું અધ્યાય-૮, શ્લોક-દનું “ચં ચં વાપિ મન્ ભવ''. જે ઉદ્ધરણ આપ્યું તે શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – “જે જે ભાવોને સ્મરણ કરતો પુરુષ દેહનો ત્યાગ કરે છે, તે ભાવોથી ભાવિત એવો તે તરત તે તે ભાવને પ્રાપ્ત કરે છે” તેથી કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણભાવને સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે તો તે ભાવથી ભાવિત એવો તે બ્રાહ્મણ ફરી ઉત્તરના ભવમાં બ્રાહ્મણભવને પ્રાપ્ત કરે છે માટે સાત ભવોના જે સાત પ્રાયણસપ્તક છે તે કાળમાં જે તેના દેહથી અન્ય બ્રાહ્મણ દેહના વિષયવાળું જે અંતિમ મૃત્યુ, તે વખતે જે પ્રત્યય છે તે પ્રત્યયથી તે જીવ ઉત્તરના બ્રાહ્મણભવને આજ પ્રક્રિયાથી સાત વખત પ્રાપ્ત કરે છે.
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy