SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી (૨) જુદા જુદા જન્મમાં નિયતવિપાકવાળા અન્ય કર્મોનું સ્વરૂપ : આયુષ્ય સિવાયના અન્ય કર્મોમાંથી કેટલાક કર્મો જુદા જુદા જન્મમાં નિયતવિપાકવાળા હોય છે, તેથી તે કર્મો જેમ મનુષ્યભવમાં વિપાકમાં આવે છે તેમ દેવાદિભવમાં પણ વિપાકમાં આવે છે, આથી જ મનુષ્યભવમાં જેમ જ્ઞાનાવરણીયાદિનો ઉદય છે તેમ દેવભવમાં પણ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ઉદય છે. વળી મનુષ્યભવમાં જેમ દેહાદિકૃત શાતા-અશાતારૂપ કર્મનો વિપાક છે તેમ દેવભવમાં પણ દેહાદિકૃત શાતા-અશાતારૂપ કર્મનો વિપાક છે. (૩) અનિયતવિપાકવાળા અચકર્મોનું સ્વરૂપ : આયુષ્ય સિવાયના અન્ય કર્મોમાંથી કેટલાક કર્મો અનિયતવિપાકવાળા હોય છે અર્થાત્ કોઈ પણ ભવમાં ક્યારેક તે કર્મો ઉદયમાં આવે અને ક્યારેક ઉદયમાં ન પણ આવે. જેમ મનુષ્યભવમાં કોઈક રોગ આપાદક કર્મ ક્યારેક હોય તો ક્યારેક ન પણ હોય. તે જન્મમાં નિયતવિપાકવાળા નામ, ગોત્ર અને વેદનીયકર્મોથી સંવલિત આપુણ્યકર્મને ‘ભવોપગ્રાહી સંજ્ઞાનો વ્યપદેશ : આ ત્રણ પ્રકારના અન્ય કર્મોના વિપાકમાંથી નામ, ગોત્ર અને વેદનીયરૂપ તજ્જન્મનિયત વિપાકવાળા એવા કર્મોથી સંવલિત આયુષ્યકર્મ ભવોપગ્રાહિતાના વ્યપદેશને પામે છે. જેના વિષયમાં અન્યદર્શનકારો પ્રારબ્ધસંજ્ઞાનો નિવેશ કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે ભવનું આયુષ્ય બંધાયું હોય તે ભાવને અનુરૂપ નામ, ગોત્ર અને વેદનીયકર્મ તે જન્મમાં નિયત વિપાક આપનારું બને છે, તેથી કોઈક જીવે મનુષ્યભવનું આયુષ્ય બાંધેલું હોય તે આયુષ્યને અનુરૂપ નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ તે જીવને વિપાકમાં આવે છે, પરંતુ દેવ અને નારક જેવું નામ, ગોત્ર અને વેદનીયકર્મ વિપાકમાં આવતું નથી તેને શાસ્ત્રીય શબ્દોમાં “ભવોપગ્રાહી'નો વ્યપદેશ કરાય છે અર્થાત્ આ ભવમાં ઉપગ્રાહી એવું આયુષ્યકર્મ છે, જે આયુષ્યકર્મ આ ભવને અનુરૂપ નામ, ગોત્ર અને વેદનીયકર્મથી સંવલિત છે. પાતંજલયોગસૂત્ર ૨-૧૨ની રાજમાર્તડ ટીકામાં કહેલ કે, કેટલાક કર્મો આ ભવમાં જ વિપાકને આપનારા છે. જેમ ઈશ્વરની ઉપાસનાથી નંદીશ્વરને વિશિષ્ટ જાતિ આદિનો પ્રાદુર્ભાવ થયો અને તીવ્ર સંકલેશથી દુષ્ટકર્મ કરનારા નહુષને જાત્યંતરાદિનો=અન્ય જાતિનો, પરિણામ થયો તેનું નિરાકરણ કરવા અર્થે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે – એક ભવમાં બે આયુષ્યનો બંધ અને બે આયુષ્યનો ઉદય જૈનશાસ્ત્રમાં પ્રતિષિદ્ધ હોવાથી જન્માંતરના સંકરનો અપ્રસંગ, નંદીશ્વર, નહુષાદિને આયુષ્યના સંકરના સ્વીકારમાં જન્મસંકર દુર્નિવાર, પ્રાયણ વિના આયુષ્યકર્માતરનો અનુર્બોધ, શરીરમંતર પરિણામરૂપ પ્રાયણના સ્વીકારમાં જન્માંતર વક્તવ્યઃ એક ભવમાં બે આયુષ્યનો બંધ અને બે આયુષ્યનો ઉદય જૈનશાસ્ત્રમાં પ્રતિષેધ કરાયો છે, તેથી જન્માંતરનો સંકર કે બે આયુષ્યના સંકરનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. જયારે પાતંજલમતાનુસાર
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy