SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી जन्मान्तरमिति, तस्माद्वैक्रियशरीरलाभसदृशोऽयं नैकस्मिन् जन्मन्यायुर्द्वयमाक्षिपतीत्यलं मिथ्यादृष्टिसङ्घट्टेन । અર્થ : પૂર્વાપરમાવનાત્, પૂર્વ-અપરભાવ વ્યવસ્થિત એવા જન્માંતરીય પ્રચય તેવા પ્રકારના ઉત્તરજન્મના ફળના ભોગમાં હેતુપણું પાતંજલસૂત્ર ૨-૧૩ ઉપર ભાષ્યના રચિત વ્યાસમુનિ સ્વીકારે છે તે દુર્વચ છે; કેમ કે કોઈક વખત ફળક્રમના વિપરીતપણાનું પણ દર્શન છે. પાતંજલદર્શનકાર તે તે ફળ પ્રત્યે તે તે કર્મને કારણરૂપે સ્વીકારતા નથી, પરંતુ જે ભવમાં જન્મથી માંડીને અંત સુધી ફળ પ્રાપ્ત થાય છે તેના પ્રત્યે કર્મપ્રચયને કારણે માને છે તેથી તેઓ કહે છે કે બુદ્ધિવિશેષ વિષયવાદિથી પૂર્વમાં બંધાયેલ કર્મપ્રચય ઉત્તરના ભવમાં પ્રાપ્ત થતાં ફળ પ્રત્યે કારણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – વદ્ધિવિશેષ .... આપત્તિ , બુદ્ધિવિશેષવિષયવાદિના કર્મપ્રચયનો અને ફળપ્રચયનો અનુગમ કરીને હેતુ-હેતુમભાવ સ્વીકાર કરાયે છતે કાર્ય-કારણભાવ સ્વીકાર કરાયે છતે, ઘટ-પટાદિ કાર્યના પ્રચયમાં પણ દંડ-વેમાદિની તે પ્રકારે હેતુ-હેતુમભાવની કાર્ય-કારણભાવની, આપત્તિ છે. અહીં પાતંજલદર્શનકાર કહે કે, ઘટ-પટાદિ કાર્યસ્થળમાં તે પ્રકારે હેતુ-હનુમદ્ભાવ નથી, પરંતુ કર્મભોગથળમાં અન્ય કોઈ ગતિ નહિ હોવાથી કર્મપ્રચય અને ફળપ્રચય પ્રત્યે કાર્ય-કારણભાવ છે તેમ સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે – ૩નજાતિ.. સિડ, અનન્યગતિકપણાને કારણે કર્મફળના ભોગસ્થળમાં આ રીતે કલ્પના કરાય છે. અન્યત્ર નહિ ઘટપટાદિ કાર્યસ્થળમાં ઘટ-પટાદિ પ્રચય પ્રત્યે દંડ-વેમાદિનો પ્રચય હેતુરૂપે સ્વીકારાતો નથી, એ પ્રમાણે જો પાતંલદર્શનકાર કહે તો તે બરાબર નથી; કેમ કે અવગત જાણ્યું છે ભગવાનના પ્રવચનનું રહસ્ય જેણે એવા પુરુષને અનન્યગતિપણાની અસિદ્ધિ છે તે તે કાર્ય પ્રત્યે તે તે કર્મોને સ્વીકારવામાં જિનવચનની પ્રક્રિયા પ્રમાણે અવિરોધ હોવાથી ફળપ્રચય પ્રત્યે કર્મપ્રચય કારણ છે તેમાં અનન્યગતિપણું કારણ છે તેમ સ્વીકારવાની જરૂર નથી. તથાદિ. મિથ્યાછિન છે તે આ પ્રમાણે-પૂર્વભવમાં બંધાયેલું એક જ આયુષ્ય કર્મ પ્રાયણલબ્ધવિપાક્વાળા આ ભવના દેહના ત્યાગરૂપ પ્રાયણથી પ્રાપ્ત થયેલા વિપાકવાના જ, જન્મનું નિવર્તન કરે છે. અને કર્માન્તરો=આયુષ્યકર્મથી અન્ય કર્મો, કેટલાક તન્મ નિયતવિપાકવાળા છે વર્તમાન જન્મના ઉત્તરમાં પ્રાપ્ત થતા જન્મમાં નિયત વિપાકવાના છે, કેટલાક કર્મો જુદા જુદા જન્મમાં નિયતવિપાક્વાળા છે અને કેટલાક કર્મો અનિયતવિપાકવાના છે. ત્યાં આ ત્રણ પ્રકારના કર્મોમાં, આદ્ય એવા તજન્મનિયતવિપાક્કાના કર્મોનનામ, ગોત્ર અને વેદનીય કર્મોથી સંવલિત આયુષ્યરૂપ કર્મો, ભવોપ્રગ્રાહીપણાના વ્યપદેશને પામે છે. જેમાં અન્યદર્શનારો પ્રારબ્ધસંજ્ઞા નિવેશ કરે છે અને એક ભવમાં આયુદ્વયનો=બે આયુષ્યનો બંધ અને ઉદય પ્રતિષિદ્ધ જ
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy