SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૬-૦ સૂત્રાર્થ : દગશક્તિની અને દર્શનશક્તિની એકાત્મતા જ અમિતા છે. IIર-૬ll ટીકા? 'दृगिति'-दृक्शक्तिः पुरुषः, दर्शनशक्ति रजस्तमोभ्यामनभिभूतः सात्त्विकः परिणामोऽन्तःकरणरूपः, अनयो ग्यभोक्तृत्वेन जडाजडत्वेनात्यन्तभिन्नरूपयोरेकताभिमानोऽस्मितेति उच्यते, यथा प्रकृतिर्वस्तुतः कर्तृत्वभोक्तृत्वरहिताऽपि कर्व्यहं भोक्यहमित्यभिચિત્તે, સોશ્વમસ્મિતારો વિપ: સ્નેશ: Jર-દા ટીકા? વ$િ: .... ક્વેશ: II દેશક્તિ પુરુષ છે, દર્શનશક્તિ રજ અને તમથી અભિભૂત અભિભૂત ન થયેલ, અંત:કરણરૂપ સાત્વિક પરિણામ છે. જડ અને અજડપણાથી અત્યંત ભિન્નરૂપ એવા એ બેનું પુરુષ અને અંત:કરણરૂપ સાત્વિક પરિણામનું ભોગ્ય-ભોıપણાથી પુરુષ ભોક્તા છે અને અંત:કરણ ભોગ્ય છે એ પ્રકારથી, એકતાનું અભિમાન અસ્મિતા એ પ્રમાણે કહેવાય છે. જે પ્રમાણે – વસ્તુત: કર્તુત્વ અને ભોક્નત્વથી રહિત એવી પણ પ્રકૃતિ “કત્ર હું છું, ભોøી હું છું’ એ પ્રમાણે અભિમાન કરે છે તે આ અસ્મિતા નામનો વિપર્યાસ ક્લેશ છે. ર-૬ll ભાવાર્થ : (૨) અસ્મિતાનું સ્વરૂપ : દશક્તિવાળો પુરુષ છે અર્થાત્ દશ્યને જોવાની શક્તિવાળો પુરુષ છે અને દર્શનશક્તિવાળો રજ અને તમથી અભિભૂત ન થયેલ એવો અંતઃકરણરૂપ સાત્ત્વિક પરિણામ છે બુદ્ધિ છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે તેથી જડ છે અને પુરુષ અજડ છે, તેથી જડ અને અજડપણારૂપે પુરુષ અને બુદ્ધિનો અત્યંત ભેદ છે, આમ છતાં ભાગ્ય એવી બુદ્ધિનો અને ભોક્તા એવો પુરુષનો ભોગ્ય-ભોસ્તૃત્વરૂપે એકતાનું અભિમાન થાય છે તે અસ્મિતા છે. ઉપરમાં જણાવેલ અસ્મિતાના સ્વરૂપનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – વસ્તુતઃ જે પ્રમાણે પ્રકૃતિ કર્તૃત્વ અને ભોસ્તૃત્વથી રહિત છે છતાં પણ ‘હું કર્તા છું, હું ભોક્તા છું' એ પ્રમાણે માને છે અર્થાત્ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી છતાં બુદ્ધિને ભ્રમ થાય છે કે હું આ બાહ્યકૃત્યોની કર્તા છું અને આ બાહ્ય વિષયોની ભોક્તા છું. આ પ્રકારનો બુદ્ધિમાં વર્તતો ભ્રમ અસ્મિતા નામનો વિપર્યાસરૂપ ક્લેશ છે. વિશેષાર્થ : જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર અસ્મિતાનું સ્વરૂપ : જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મરૂપ પ્રકૃતિમાંથી સંસારીજીવમાં મતિજ્ઞાનના
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy