SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪ | સૂત્ર-૨-૩-૪ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પણ અવિદ્યા છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, અવિદ્યાના કારણે અસ્મિતાદિ ક્લેશો ઊઠે છે અને અસ્મિતાદિ ક્લેશોના કાળમાં અવિદ્યા સહવર્તીરૂપે રહીને તે ક્લેશોને જીવાડે છે અને અવિદ્યાનો સહકાર દૂર થાય ત્યારે તે અસ્મિતાદિ ક્લેશો પણ દૂર થાય છે, માટે અવિદ્યાનો નાશ કરવો તે સર્વફ્લેશોના નાશના ઉપાય છે, તેથી યોગીઓએ સર્વ ક્લેશોના નાશના માટે અવિદ્યાના નાશમાં અત્યંત ઉદ્યમ કરવો જોઈએ. રજા પાતંજલ યોગસૂત્ર ૨-૨/૩/૪ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યાઃ [य.] व्याख्या-अनाविद्यादयो मोहनीयकर्मण औदयिकभावविशेषाः, तेषां प्रसुप्तत्वं तज्जनककर्मणोऽबाधाकालापरिक्षयेण कर्मनिषेकाभावः, तनुत्वमुपशमः क्षयोपशमो वा, विच्छिन्नत्वं प्रतिपक्षप्रकृत्युदयादिनाऽन्तरितत्वम्, उदारत्वं चोदयावलिकाप्राप्तत्वम्, इत्यवમેયમ્ | અર્થ : મત્ર ... વયમ્ ! અહીં પાંચ પ્રકારના ક્લેશોમાં, મોહનીય કર્મના ઔદયિકમાવવિશેષો અવિદ્યા આદિ છે. તેઓનું-ઔદયિકભાવસ્વરૂપ અવિદ્યા આદિ ક્લેશોનું, પ્રસુપ્તપણું તનકકર્મના અબાધાકાળના અપરિક્ષયથી કર્મનિષક્નો અભાવ છે. તનુપણું એ ઉપશમ કે ક્ષયોપશમરૂપ છે-ક્લેશોના ઉપશમ કે ક્ષયોપશમરૂપ તનુત્વ છે. વિચ્છિન્નપણું પ્રતિપક્ષી પ્રકૃતિના ઉદય વગેરે દ્વારા અંતરિતપણું વિચ્છિન્નપણું છે. ઉદારપણું ઉદયાવલિકાપ્રાપ્તપણે છેઃકર્મો ઉદયાવલિકામાં પ્રાપ્ત થાય તે ઉદારપણું છે. એ પ્રમાણે જાણવું. ભાવાર્થ: જેનદર્શનાનુસાર પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર ફ્લેશોનું સ્વરૂપ : (૧) પ્રસુપ્તક્લેશોનું સ્વરૂપ : દરેક કર્મો બંધાયા પછી અબાધાકાળ સુધી વિપાકમાં આવતા નથીકેમ કે અબાધાકાળમાં કર્મના નિષેકનો અભાવ છે અને તે અબાધાકાળ પૂરો થાય ત્યારે તે કર્મો વિપાકમાં આવે છે, તેથી અબાધાકાળમાં કર્મોના નિષેકનો અભાવ છે તે પ્રસુપ્ત છે. જેમ-અહદ્દત્તના જીવે સાધુપણામાં ગુરુપ્રત્યેના ઇષ દ્વેષને કારણે દુર્લભબોધિ બાંધેલું. ત્યારપછી તે મહાત્મા આરાધના કરી દેવલોકમાં જાય છે, દેવલોકમાં તેમને ધર્મ પ્રત્યે બદ્ધરાગ વર્તે છે, આથી જ પોતે સુલભબોધિ છે કે દુર્લભબોધિ છે? એ પ્રકારે કેવલીને પ્રશ્ન કરીને પોતે દુર્લભબોધિ છે તેવું જાણ્યા પછી તે દુર્લભબોધિના નિવારણના ઉપાયરૂપે ઉચિત ચિતા દેવભવમાં કરે છે ત્યારે તે
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy