SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૨-૪૩-૪૪ સૂત્રઃ एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता ॥१-४४॥ સૂત્રાર્થ : આના દ્વારા જ=પાતંજલયોગસૂત્ર ૧-૪૨/૪૩માં સવિતર્કસમાપત્તિ અને નિર્વિતર્કસમાપત્તિ બતાવી એના દ્વારા જ, સૂક્ષ્મવિષયવાળી સવિચારસમાપત્તિ અને નિર્વિચારસમાપત્તિ વ્યાખ્યાન 5218. 119-8811 ટીકા : ૧૧૧ , 'एतयैवेति'- एतयैव= सवितर्कया च समापत्त्या सविचारा निर्विचारा च व्याख्याता । कीदृशी ? सूक्ष्मविषया सूक्ष्मस्तन्मात्रेन्द्रियादिर्विषयो यस्याः सा तथोक्ता, एतेन पूर्वस्याः स्थूलविषयत्वं प्रतिपादितं भवति सा हि महाभूतालम्बना शब्दार्थविषयत्वेन शब्दार्थविकल्पसहितत्वेन, देशकालधर्माद्यवच्छिन्नः सूक्ष्मोऽर्थः प्रतिभाति यस्याः सा सविचारा, देशकालधर्मादिरहितो धर्मिमात्रतया सूक्ष्मोऽर्थस्तन्मात्रेन्द्रियरूपः प्रतिभाति यस्याः સા નિવિદ્યારા II-૪૪૫ ટીકાર્ય : एतया સહિતત્વન, આનાથી-સવિતર્કસમાપત્તિથી અને હૈં શબ્દથી નિવિતર્કસમાપત્તિથી સવિચારસમાપત્તિ અને નિવિચારસમાપત્તિ વ્યાખ્યાન કરાઈ. કેવા પ્રકારની સવિચારસમાપત્તિ અને નિવિચારસમાપત્તિ છે ? (એથી હે છે --) સૂક્ષ્મવિષયવાળી= સૂક્ષ્મ તન્માત્રા અને ઇન્દ્રિયાદિ વિષય છે જેને તે તેવી વ્હેવાય છે. આના દ્વારા=સવિચારસમાપત્તિ અને નિવિચારસમાપત્તિ સૂક્ષ્મવિષયવાળી છે એમ કહ્યું એના દ્વારા, પૂર્વની સમાપત્તિનું અર્થાત્ સવિતર્કસમાપત્તિ અને નિવિતર્કસમાપત્તિનું સ્થૂલવિષયપણું પ્રતિપાદિત થાય છે. તે-પાતંજલયોગસૂત્ર ૧-૪૨/૪૩માં કહેવાયેલી સમાપત્તિ, મહાભૂતના આલંબનવાળી શબ્દ અને અર્થના વિષયપણાથી અને શબ્દ અને અર્થના વિલ્પસહિતપણાથી છે. હવે સવિચાર અને નિર્વિચારસમાપત્તિનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – રેશાન... નિવિવારT II દેશ, કાળ અને ધર્માદિથી અવચ્છિન્ન સૂક્ષ્મ અર્થ માં પ્રતિભાસ થાય છે-પ્રકાશિત થાય છે, તે સવિચારસમાપત્તિ છે. દેશ, કાળ અને ધર્માદિથી રહિત ધર્મમાત્રપણાથી તન્માત્રા અને ઇન્દ્રિયરૂપ સૂક્ષ્મ અર્થ જેમાં પ્રતિભાસ થાય છે=પ્રકાશિત થાય છે, તે નિવિચારસમાપત્તિ છે. ||૧-૪૪]]
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy