SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૫-૩૬ જિલ્લાના મધ્યભાગમાં ચિત્તને ધારણ કરવાથી દિવ્યસ્પર્શની સંવત્ : કોઈ યોગી જિલ્લાના મધ્યભાગમાં ચિત્તને સ્થાપન કરે તો તેમને ત્યાં ચિત્તની એકાગ્રતા થવાથી દિવ્યસ્પર્શનું જ્ઞાન થાય છે તે યોગનું માહાભ્ય છે. જિહાના મૂળભાગમાં ચિત્તને ધારણ કરવાથી દિવ્યશબ્દની સંવિત્ : કોઈ યોગી જિલ્લાના મૂળભાગમાં ચિત્તને સ્થાપન કરે તો તેમને ત્યાં ચિત્તની એકાગ્રતા થવાથી દિવ્યશબ્દનું સંવેદન થાય છે તે યોગનું માહાભ્ય છે. આ રીતે તે તે ઇન્દ્રિયો દ્વારા તે તે વિષયનું જ્ઞાન થવાના કારણે ચિત્તની એકાગ્રતા થવાથી દિવ્યરૂપાદિની અનુભૂતિ થાય છે તે યોગનું ફળ છે એવું જ્ઞાન થવાથી યોગીને યોગ પ્રત્યે દઢ વિશ્વાસ ઉત્પન્ન થાય છે તેના બળથી વિશેષ પ્રકારના યોગમાં તે યોગી ઉદ્યમ કરી શકે છે માટે સંપ્રજ્ઞાતસમાધિનું પૂર્વાગ યોગના માહાભ્યરૂપે ઉત્પન્ન થયેલ વિષયવતી પ્રવૃત્તિ છે. I૧-૩પ અવતરણિકા : एवंविधोपायान्तरमाह - અવતરણિકાર્ય : પાતંજલ યોગસૂત્ર ૧-૩૫માં મનની સ્થિરતાનો ઉપાય બતાવ્યો, એવા પ્રકારનો મનની સ્થિરતાનો ઉપાયાંતર=અન્ય ઉપાય, બતાવે છે – સૂત્ર : વિશો વા જ્યોતિષ્મતી ર-રૂદ્દા સૂત્રાર્થ : અથવા વિશોકા=શોકરહિત, જ્યોતિખતી=જ્યોતિર્મય=પ્રકાશમય, ઉત્પન્ન થયેલી પ્રવૃત્તિ ચિત્તની સ્થિતિનું=ચિત્તની સ્થિરતાનું, કારણ છે. ll૧-૩૬ll ટીકા : ___'विशोकेति'-प्रवृत्तिरुत्पन्ना चित्तस्य स्थितिनिबन्धिनीति वाक्यशेषः, ज्योतिःशब्देन सात्त्विकः प्रकाश उच्यते, स प्रशस्तो भूयानतिशयवांश्च विद्यते यस्यां सा ज्योतिष्मती प्रवृत्तिः, विशोका-विगतः सुखमय सत्त्वाभ्यासवशाच्छोको रजःपरिणामो यस्याः सा विशोका चेतसः स्थितिनिबन्धिनी । अयमर्थः-हृत्पद्मसम्पुटमध्ये प्रशान्तकल्लोलक्षीरोदधिप्रख्यं चित्तसत्त्वं भावयतः प्रज्ञालोकात् सर्ववृत्तिपरिक्षये चेतसः स्थैर्यमुत्पद्यते ॥१-३६॥
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy