SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૦-૨૮ ૦૯ જપ યથાવ ઉચ્ચારણ અને વાચ્ય એવા ઈશ્વરનું ભાવનફરી ફરી ચિત્તમાં વિનિવેશનઃસ્થાપન, એકાગ્રતાનો ઉપાય છે, આથી જ સમાધિની સિદ્ધિ માટે યોગી વડે પ્રણવનો જાપ કરવા યોગ્ય છે અને તેનો અર્થ એવો ઈશ્વર ભાવન કરવા યોગ્ય છે એ પ્રમાણે કહેવાયેલું થાય છે એ પ્રમાણે સૂત્ર ૧-૨૮થી કહેવાયેલું થાય છે. ll૧-૨૮ ભાવાર્થ : ઈશ્વરના વાચકનું સ્વરૂપ : પાતંજલયોગસૂત્ર ૧-૨૪માં ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું અને તેવા ઈશ્વરનો વાચક પ્રણવ શબ્દ છે. પ્રણવ શબ્દમાં ‘પ્ર’ ઉપસર્ગપૂર્વક ‘નુ' ધાતુ છે અને 1 ધાતુનો અર્થ સ્તુતિ થાય છે, તેથી કોઈ વ્યક્તિ દ્વારા પ્રકર્ષથી પ્રણવ શબ્દ દ્વારા સ્તુતિ કરાય તે પ્રણવ કહેવાય છે, અથવા પ્રણવ શબ્દ અને પ્રણવ શબ્દ બોલનારનો અભેદ કરીને પ્રણવ શબ્દ સ્તુતિ કરે છે એમ કહી શકાય છે. પ્રણવથી કોની સ્તુતિ થાય છે તે બતાવવા માટે કહે છે – પ્રણવ શબ્દ ઈશ્વરનો વાચક છે અને પ્રણવ શબ્દથી ઈશ્વર વાચ્ય છે અને પ્રણવ શબ્દ અને ઈશ્વર વચ્ચે વાચ્યવાચકભાવરૂપ નિત્યસંબંધ સંકેત દ્વારા બોધ થાય છે, તેથી પ્રણવ શબ્દ દ્વારા ઈશ્વરની સ્તુતિ થાય છે. ઈશ્વરની ઉપાસનાનું સ્વરૂપ : આ રીતે ઈશ્વરનો વાચક પ્રણવ શબ્દ છે તે બતાવીને તે પ્રણવ કારસ્વરૂપ છે તેમ બતાવ્યું. તે પ્રણવશબ્દનું યથાર્થ ઉચ્ચારણ કરવામાં આવે અને તે પ્રણવશબ્દના ઉપકાળમાં પ્રણવશબ્દથી વાચ્ય એવા ઈશ્વરનું ભાવન કરવામાં આવે, તો યોગીનું ચિત્ત ઈશ્વરના સ્વરૂપમાં એકાગ્રતાને પ્રાપ્ત કરે છે, આથી યોગીપુરુષોએ મોહની આકુળતાના નિવારણ અર્થે અને સમાધિની સિદ્ધિ માટે પ્રણવનો જાપ કરવો જોઈએ અને જપકાળમાં તે શબ્દથી વાચ્ય એવા ઈશ્વરના સ્વરૂપનું ભાવન કરવું જોઈએ તે ઈશ્વરની ઉપાસના છે. ll૧-૨૮ જેનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ઈશ્વરના વાચક અને ઈશ્વરની ઉપાસનાનું સ્વરૂપ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે સિદ્ધના આત્માઓ ઈશ્વર છે અને ઑકારરૂપ પ્રણવ તેનો વાચક છે, તેથી જે યોગીઓ સ્વશક્તિ અનુસાર શાસ્ત્રવચનના બળથી સિદ્ધના સ્વરૂપનું અવધારણ કરે છે અને સિદ્ધના સ્વરૂપનો વાચક પ્રણવ શબ્દ છે એ પ્રકારે પ્રતિસંધાન કરે છે અને તે પ્રતિસંધાન કર્યા પછી ઑકારસ્વરૂપ પ્રણવનો જપ કરે છે, તે જપકાળમાં પ્રણવશબ્દથી વાચ્ય એવા સિદ્ધના સ્વરૂપને ઉપસ્થિત કરવા માટે સૂક્ષ્મ ઊહપૂર્વક યત્ન કરે છે તેઓને તે જપથી સિદ્ધના સ્વરૂપનો બોધ પૂર્વ પૂર્વ કરતા અતિશયિત થાય છે, અને તેમાં ચિત્તની સ્થિરતા આવે છે અને સિદ્ધના સ્વરૂપમાં સ્થિર થયેલું ચિત્ત મોહની આકુળતા વગરનું બને છે, તેથી મોહની અનાકુળતારૂપ સમાધિની પ્રાપ્તિ થાય છે, તે સમાધિની વૃદ્ધિ પ્રકર્ષને પામીને સિદ્ધસદેશ બનવાનું કારણ બને છે. I૧-૨૦/૨૮ll
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy