SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ બુદ્ધિસાગરજી મ. સા. ના ચરણે અમદાવાદ આંબલીપળ જૈન ઉપાશ્રયે સમર્પિત બન્યા. પૂ. ગુરુદેવ શ્રીના ચરણે જિનાગનું ચોદુ વહન પૂર્વક અધ્યયન કર્યું. પ્રખર વ્યાખ્યાતાં બન્યા. મેઘની ગંભીર ગર્જના સાંભળીને મયૂર સમૂહ જેમ મધુર કેકારવ કરે અને નાચી ઉઠે, તેમ પ્રખર વ્યાખ્યાતા મુનિવરની વૈરાગ્ય રસ ભરપૂર જિનવાણીનું શ્રવણ કરીને છેતા સમૂહ સંસારના ક્ષણ ભંગુર ભેગે ત્યજી વૈરાગ્ય વાસિત બને છે. વિ. સ. ૧૯૭૨ માગશર સુદ ૫ દિને સાણંદ મુકામે પન્યાસ પદે અલંકૃત થયા. વિદ્વાન મુનિવરે સંસ્કૃત ભાષામાં વૈરાગ્ય રસ ભરપુર ભીમસેન-ચરિત્ર, ચંદ્રરાજચરિત્ર, અજિતસેન શીલવતી ચરિત્ર, તરંગવતી ચરિત્ર, ક૯૫–સૂત્ર, સુખેદધિ વૃત્તિ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ચરિત્ર, શોભન-સ્તુતિ-ટીકા વગેરે તેમજ અનેક પ્રાચીન સંસ્કૃત પ્રાકૃત ચરિત્ર ગ્રન્થનું ગુર્જર ભાષામાં ભાષાંતર કર્યું. કુમારપાલ ભૂપાલચરિત્ર, સુરસુંદરી ચરિત્ર, સુપાર્શ્વનાથ-ચરિત્ર, ભીમસેન-ચરિત્ર તેમજ ગીતા પ્રભાકર, ગીતરત્નાકર, કાવ્ય-સુધાકર વગેરે ગ્રન્થ તેમજ સંવેધ-છત્રીસી તાત્વિક આગમ દહન ગ્રન્થનું આલેખન કરી મહાન જિન-શાસન પ્રભાવના અને સેવા કરી. વિ. સં. ૧૯૮૦ મહા સુદ ૧૫ ને શુભ દિને પ્રાંતિજ મુકામે મહાન શાસન પ્રભાવના પૂર્વક વિદ્વદર્ય પન્યાસ પ્રવર શ્રી અજિતસાગરજી ગણિવર શ્રી પૂજ્યપાદ યેગનિષ્ઠ ધુરંધર આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ના શુભ હસ્તે પંચપરમેષ્ઠીના તૃતીયપદે બીરાજમાન થયા. આચાર્ય પદે અલંકૃત થયા. વિ. સં. ૧૯૮૫ આ સુદ ૩ ના દિને એકાએક મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રીમદ્દ અજિતસાગર સૂરિશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા. આતમ–પંખી નશ્વર દેહ-પીંજર છેડીને અનન્તની મુસાફરીએ ઉડી ગયું. ભાવભીના વન્દન સૂરીશ્વર ચરણે
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy