SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ કુમારપાળ ચરિત્ર મહાખેદ થાય છે કે, મારૂ આવું અભાગ્ય કયાંથી પ્રગટ થયું ? જેથી ઘરની અંદર રહેલી છતાં પણ કામધેનુ સમાન આ શ્રીદેવાધિદેવની મૂતિ ચાલી ગઈ. આ પ્રમાણે દુઃખી થયેલા ઉદાયનને જોઈ તે સમયે પ્રભાવતી દેવે રહને લીધે સ્વર્ગમાંથી આવી શાંત કર્યો અને કહ્યું. હે નરેંદ્ર ! શ્રીદેવાધિદેવની પ્રતિમા માટે તું શા કારણથી અતિશય ખેદ કરે છે? કારણ કે, કલ્પવલીની માફક તે મૂર્તિ અલપપુણ્યથી મળી શકતી નથી. જીવંત સ્વામીની જે નવીન મૂર્તિ તારા ઘરમાં રહેલી છે, તે પણ અતિશય માહાસ્યને લીધે તારે તીર્થપ્રાય જ સમજવી. કારણકે, “વિશેષ પ્રતિષ્ઠા કરવાથી પ્રતિમાને પ્રભાવ વધે છે.” અને આ મૂર્તિની પ્રતિષ્ઠા કેવલજ્ઞાની શ્રીકપિલમુનિએ પિતે કરેલી છે. પ્રથમની પ્રતિમા માફક આ પ્રતિમાનું પણ હંમેશા તારે પૂજન કરવું. તેમજ યેગ્ય અવસરે આત્માને હિતકારક એવું ચારિત્રવ્રત પણ તારે ગ્રહણ કરવું. એમ કહી પ્રભાવતીદેવી ત્યાંથી વિદાય થયે. ઉદાયનરાજા બહુ ભાવપૂર્વક તે મૂર્તિનું આરાધન કરવા લાગ્યા. વળી પુણ્યલક્ષમીરૂપ લતાના મૂળ સમાન શુભ થાન કરવા લાગે. જ્યાં શ્રી વીરભગવાન પોતે વિચરે છે, તે દેશ સ્તુતિ કરવા લાયક છે. તેમજ જેઓ તીર્થની માફક શ્રીવર પરમાત્માને હંમેશાં નમે છે, તેઓ વિવેકી જાણવા. જેઓ ચારિત્ર લમીને સ્વીકાર કરે છે, તે રાજાઓ તેથી કૃતાર્થ જાણવા. સૂર્યની જેમ પાદવડે પૃથ્વીને પવિત્ર કરતા શ્રી મહાવીર ભગવાન જો અહીં પધારે તે વિશુદ્ધભાવથી હું ચારિત્ર ગ્રહણ કરૂં, એવો તેને અભિપ્રાય જાણી તેને દીક્ષા આપવા માટે ચંપાનગરીથી વિહાર કરી અને તેના નગરમાં આવ્યા. પ્રભુદેશના ઉદાયન રાજાએ હર્ષથી અમારા ચરણકમલમાં ભ્રમરરૂપ થઈ ઉપદેશમય રસનું સંપૂર્ણ પાન કર્યું.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy