SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ વિક્રમરાજા वपुरनुपमरुप भाग्यसौभाग्ययोगः, समभिलषितसिद्धिवैभव विश्वभेाग्यम् । सुखमनिशमुदार स्वर्गनिश्रेयसाप्तिः, फलमविकलमेतद् दानकल्पद्रुमस्य ॥ १॥ અનુપમ રૂપવાળું શરીર, ભાગ્ય અને સૌભાગ્યને સવેગ, અભીષ્ટસિદ્ધિ, વિશ્વમાં ભેગવવાલાયક વૈભવ, હંમેશાં ઉદાર સુખ તેમજ વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ, એ સર્વ દાનરૂપ કલ્પકુમનું અખંડિત ફલ છે. સર્વથી અથવા દેશ થકી પણ જે બ્રહ્મચર્યવ્રત પાળવું, તે શીલ વ્રત કહેવાય છે. આ શીલવત કીતિ વધારવામાં મુખ્ય સ્થાને ગણાય છે. શીલવતની તુલના કરવા માટે કલ્પકુમ કેવી રીતે શકિતમાન થાય ? કારણ કે, જે શીલવત કલિયુગમાં પણ સેવન કરવાથી કલ્પનાતીત-કલ્પના રહિત ફલ આપે છે. વિવિધ પ્રકારની ઈષ્ટ વસ્તુઓમાં મન અને ઇંદ્રિયની ઈચ્છાને જે રોધ કરે છે, તે તપ કહેવાય છે અને તપ પાપ સમુદ્રનું પાન કરવામાં અગત્યમુનિ સમાન હોય છે. દુભાંગીઓની જેમ તેમની મુકિતરૂપી સ્ત્રી ઈચ્છા કરતી નથી, તેમને પણ તે ત૫ ઉત્કૃષ્ટ સૌભાગ્ય આપનારું થાય છે. દાનાદિક ધર્મકાર્યોમાં માનસિક અત્યંત પ્રીતિ રાખવી, તે ભાવ કહેવાય અને તે ભાવ ભવ-સંસારરૂપી વાદળાંને વિખેરવામાં પવન સમાન હોય છે. જેમ લવણ વિનાનું ભજન બહુ સ્વાદિષ્ટ હેતું નથી, તેમ સમગ્ર દાનાદિક પણ એક ભાવ વિના રૂચિકર થતાં નથી. હે નરેંદ્ર! આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષ મન, વચન અને કાયા
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy