SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવશ્રીએ શિષ્યને પ્રેરણા કરી. જ્ઞાન ૪ વિરતિઃ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી પરિણત જ્ઞાનનું ફળ છે સર્વ વિરતિ, સર્વ વિરતિ ધર્મના પાલન વિના આત્માની પરાધીનતા ટળતી નથી. જીવ અનાદિ કાળથી કર્મના બંધનમાં જકડાયેલું છે. કર્મની જંજીરે તેડવા માટે આ માનવ જન્મનો દુર્લભ અવસર સફળ કરવા પુરુષાર્થ કરવાની પરમ આવશ્યકતા છે. પંડિત બહેચરદાસને જાગૃત આત્મા વૈરાગી બને. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જે જ્ઞાનનું ફળ સર્વવિરતિ ધર્મના પાલન માટે ભવ્ય અભૂતપૂર્વ પુરુષાર્થ ન કરીએ તે પછી જ્ઞાની આત્મા અને અજ્ઞાની આત્મામાં તફાવત પણ શું સમજે ? પૂજ્યપાદ, તારક ગુરુદેવશ્રીની ધારદાર ટકેર સુજ્ઞ શિષ્ય બહેચર. દાસ પામી ગયા. તેજીને એક ટકોરે જ બસ છે, હળુકમી આસન્નભવી, ભદ્રિક પરિણામી જીવ પરમ તારક ઉપકારી ગુરુ ભગવંતના વચનને કયારેય પ્રાણાતે પણ અનાદર કરતા નથી. તાત્કાલિક તે જ પળે અને તે જ ક્ષણે સંપૂર્ણ દઢ નિશ્ચય કરી લીધે. તારક ગુરુદેવના પાવનકારી ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. નમ્રભાવે વિનવ્યા. હે ગુરૂદેવ ! મને સર્વ વિરતિ ચારિત્ર આપી મારા ઉપર અનુગ્રહ કરો. ગુરુદેવે કહ્યું. “તથાસ્તુ વિ. સં. ૧૯૫૭ માગશર સુદ ૬ ના શુભ દિને શુભ મુહ પ્રહલાદનપુર પાલણપુર નગરમાં પ્રગટ પ્રભાવી શ્રી પલવીયા પ્રાર્શ્વનાથ ભગવાનની શીતળ છત્ર છાયામાં ચતુર્વિધ જૈન સંઘની ઉપસ્થિતિમાં નાણુ સમક્ષ સર્વ વિરતિ સામાયિક ઉચ્ચારી સર્વ વિરતિધર સાધુ અન્યા. દિગબંધ સમયે તારક ગુરુવારે નૂતન મુનિવરનું બુદ્ધિસાગર' નામાભિધાન સ્થાપન કર્યું. શુભ દિવસે પાલણરથી ગુરુદેવશ્રીએ નૂતન મુનિવર્ય શ્રી બુદ્ધિસાગરજી મ. સાથે વિહાર કર્યો.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy