SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ - પુણસાર પ્રથાણું ૭૯ હે કુમાર ! કામદેવશ્રેષ્ઠીની કન્યાઓને તું જ પરણે કે શું? કુમારે હા કહી. તે સાંભળી દેવીઓ વિમિત થઈ બેલી. તને ધન્ય છે કે, આવી સુંદર કન્યાઓને તું પરણે. તે સાંભળી પુણ્યસાર છે. એ તમારે જ પ્રસાદ, નહી તે પંગુ-પાંગલાની માફક અહી મારે સમાગમ કયાંથી થાય? તારે અહીં રહેવું છે કે આવવું છે? એ પ્રમાણે દેવીઓએ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે, મારા માતપિતાને નમવા માટે હું આપની સાથે આવીશ. પછી તે કુમારને સાથે લઈ દેવીએ આકાશ માર્ગે ચાલી. ક્ષણમાત્રમાં તે વડની પાસે તેને મૂકી દેવીએ અદશ્ય થઈ ગઈ રાત્રીના ઉજાગરાને લીધે ઉદ્વિગ્ન થયેલ કુમાર તેજ વખતે પોતાનું ઓઢવાનું વસ્ત્ર પાથરી આનંદથી સૂઈ ગયે કે તરતજ નિદ્રાવશ થઈગયે. પુણ્યસારની માતા–ધનશ્રી પુત્રને નિર્વાસ-કહાડી મુકેલે જાણી બહુ આકંદ કરવા લાગી અને પિતાના પતિને કહેવા લાગી. ધનશ્રી પ્રલાપ રવામિ ! આપની આવી ખરાબ બુદ્ધિ કયાંથી થઈ? જેથી તમે પ્રાણથી પણ અધિક એવા પુત્રને ઘરમાંથી કાઢી મૂક, જો કે, એણે બાલ ચપલતાને લીધે હારાદિકની ચોરી કરી તે તેને સારી શિખામણ આપવી હતી, પણ નેકરની માફક તેને કાઢી મૂકે નહિ જોઈ તે. આપ ભૂલી ગયા !!! પુત્રના અભાવથી કેટલું ધન ખરચી નાખ્યું, ત્યારે કામદેવસમાન સુંદર આકૃતિવાળો આ પુત્ર જોવા મળે. ધનની સ્થિતિ એક સરખી રહેતી નથી, તે તે અસ્થિર એવા ધન માટે પુત્રનો તિરસ્કાર કેણ કરે ? કારણકે પિત્તળ માટે સુવર્ણ ત્યાગ કેણ કરે ? | માટે હે સ્વામિ ! જલદી ઉભા થાઓ? પુત્રને શોધી લાવે, તેનું મુખ જોયા વિના હું અન્નજળ લેવાની નથી, એ મારે નિશ્ચય છે.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy