SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુદર્શન પદ્માવતી દેવી પ્રગટ થઈ અને નવીન ઉપસર્ગહરસ્તોત્ર બનાવી રાજાને આપી તેણીએ કહ્યું. ચિંતામણિનામના મંત્ર સહિત આ પાર્થરતવનનું તું સ્મરણ કર. મેઘશ્રેણિવડે જેમ એના મરણવડે જલદી દાવાનલ શાંત થઈ જશે. રાજાએ તે પ્રમાણે કરે છતે એકદમ દાવાનલ શાંત થઈ ગયે. અંધકારને જેમ સૂર્ય તેમ શ્રી પાર્શ્વ પ્રભુનું નામ પણ વિનિને હણે છે. શ્રદ્ધામય હદયને ધારણ કરતે રાજા ત્યાંથી નીકળે અને નાગપુરમાં પ્રભુને જાણી બહુ ઝડપથી ત્યાં ગયે. ત્યાં આગળ સર્વ વિમાનલક્ષ્મીના ક્ષરણવડે નિર્માણક રેલાની માફક દીવ્ય શોભામય, રજત, સુવર્ણ અને મણિમય ત્રણ કિલાએથી વિભૂષિત, દેવ–સપુરૂષના વૃંદવડે સમન્વિત અને ત્રણે લોકના રક્ષામંત્ર સમાન સમવસરણમાં બેઠેલા શ્રી પાર્શ્વનાથભગવાનનાં દર્શન કરી ભૂપતિ ચંદ્રને ચકેર જેમ, મેઘને મયૂર જેમ અને દ્રવ્યને જોઈ દરિદ્રી જેમ બહુ આનંદ પામ્યા. બાદ ભકિતવડે પ્રભુની પ્રદક્ષિણા કરી તેમજ બહુ આનંદથી કંઠ સુધી પૂરાઈ ગયેલા રાજાએ ઇંદ્રની માફક સ્તુતિને પ્રારંભ કર્યો. त्रिभुवनविभो ! तानि व्यर्थान्यहानि ममागम स्तव पदयुगोपास्तिः स्वस्तिप्रदाऽजनि यत्र न ! अहमिदमहर्मन्ये धन्य यदत्र मयाऽचिरात् , सुरतरुरिव श्रेष्ठो दृष्टस्त्वमिष्टफलप्रदः ॥ १ ॥ “હે ત્રિભુવનપતે ! જે દિવસોમાં કલ્યાણકારી આપના ચરણકમલની સેવા મને ન હતી, તે બધાયે દિવસો મારા વ્યર્થ ગયા. તેમજ અહીં અકસ્માત કલ્પવૃક્ષ સમાન ઉત્તમ ઈષ્ટફલ આપ. નાર આપનાં જે દર્શન થયાં, તેથી આ દિવસને હું ધન્ય માનું છું;”— स्मृतिरपि तव स्वामिन् ! कलृप्ता ममाशु निरासुषी, पथि पुथुदवज्वालाजाल दिधक्षुतयाऽऽपतत् । त्वमसि भगवन् ! भाग्यैलब्धोऽधुना स्तनयित्नुवद्, भवदवभव तापव्यापं समापय सर्वतः ॥ १॥
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy