SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણીમાત્રનું હિત જાળવવા માટે અને એમને ન્યાય અપાવવા માટે એક જૈનધર્મ ઘણા જૂના કાળથી મથન કરી રહ્યો છે. બીજા ધર્મે કેવલ સ્વાર્થ પૂર્ણ છે. કેવળ માનવ જાતિના સ્વાર્થની વાતો કરે છે. જનધમ માનવ જાતિના કલ્યાણની વાત કરે છે ખરો પણ સાથે સાથે પશુ પક્ષીઓ વગેરેના હિતની પણ એટલા જ જોર શોરથી વાતો કરે છે ઘણે લાંબે સમયે આજે પશુપક્ષીઓ તરફ જે કાંઇ જગત સહાનુભૂતિ બતાવનારું થયું છે. તે કેવળ જૈનધર્મ ઉપકાર છે. * જૈનધર્મ કહે છે કે સર્વ જીવો સુખેથી છ સુખેથી હરો, ફરો અને આનંદ ભોગ આ સૃષ્ટિ સર્વ પ્રાણી માટે છે. બીજું પ્રાણીઓને ભેગે માત્ર એકલે મનુષ્ય જતિનેજ જીવવાને અને આનંદ ભેગવવાનો અધિકાર નથી. બીજા પ્રાણીઓના હકકે માનવ જાતે છીનવી લીધા છે અને તેમ કરવામાં બીજા ધર્મોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટેકો આપ્યા છે, એનું પરિણામ એ આવ્યું છે કે પશુપક્ષીના જીવવાના હકકોને નાશ થયો છે. આ હકકો પાછા અપાવવા માટે જૈનધર્મની મેટામાં મેટી લડત છે. જ્યારે માનવ જાતિની સાથે જગતનાં બીજાં સઘળાં પ્રાણીઓને ઇન્સાફ મળશે, ત્યારે જનધર્મ એ માત્ર ગુજરાતને જ કે મારવાડને જ નહિ પણ આખી દુનિયાને ધમ બનશે અર્થાત રાષ્ટ્રઘમ થશે. ભગવાન હેમચંદ્રાચાર્યજી અને મહારાજા કુમારપાળના સંબંધમાં આટલું ટુંકું કથન અસ્થાને લેખાશે નહિ. બાજર્ષિ કુમારપાળ ચરિત્રજૈન ધર્મના પ્રભાવશાળી આચાર્ય શ્રીમાન જયસિંહસરિએ વિક્રમ સંવત ૧૪૨૨ માં રચ્યું છે. બીજી પણ અનેક દંતકથાઓ મહારાજ કુમારપાળ અને હેમચંદ્રાચાર્યજીના સંબંધમાં ચાલે છે. આ ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને શાસ્ત્રવિશારદ આચાર્યજી માહાત્મા શ્રી અછત. સાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. ભાષાંતરની ભાષા સરળ અને સુગમ છે. જે ભાઈઓ સંસ્કૃત નથી જાણતા તેવા જન અને જનેતર ભાઈઓ માટે આ વસ્તુ ઉપકારક થઈ પડશે. ચાલુ જમાનામાં આવા પ્રયાસે ખાસ સ્તુતિપાત્ર લેખાય છે. શ્રી અજીતસાગરસૂરિજી મહારાજે અગાઉ “સુરસુંદરી ચરિત્ર' નું ભાષાંતર બહાર પાડયું હતું. અગાઉના ભાષાંતર કરતાં આ ભાષાંતર વધારે છટાદાર થયું છે. જ વીશમી સદીના છેલ્લા યુગમાં જૈન લેખકોએ ગુજરાતી ભાષાની જે સેવાઓ બજાવી છે, તેમાં શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યજી મહાત્માશ્રી અજીતસાગરસૂરીશ્વરજીનું સ્થાન અગ્રસ્થાને છે. માણાયા,
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy