SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધરાજ પોતે શિવધર્મ પાળતે હતા એવું લેકે માને છે. ખરું જોતાં રાજાના સર્વ ધર્મો હોય છે. રાજધર્મનું પાલન કરવામાં જ રાજાનું કલ્યાણ સમાયેલું છે. રાજા અમુક પંથમાં પ્રવેશીને માળા ગણ્યા કરે અને પ્રજાનું ગમે તે થતું હોય છે તેવા સંજોગોમાં રાજા અમુક ધર્મમાં પ્રવેશે છતાં પ્રવેશ્યો નથી પણ ઉલો એ રાજા રાજધમથી ભ્રષ્ટ થએલે લેખાય છે. રાજાને રાજધર્મ–પ્રજા પાલનના શાસન પુરતે ઉપદેશ આપવો, તે વિચક્ષણ ધર્માચાર્યોની ફરજ છે. જેને પંડિત કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ સિદ્ધરાજને પ્રજા પાલન ધર્મને લગતા ઉપદેશ આપ્યો હતો. સિદ્ધરાજ ઘણે પ્રતિભાશાળી અને ગુણજ્ઞ રાજા હોવાથી તે વખતે જેને, શૈ, વગેરે પિત પિતાના ધર્મોની મજબુતી કરવા અને બની શકે તે સિદ્ધરાજને પિતાના પંથમાં ભોળવી દેવાના ભગીરથ પ્રયત્ન થઈ રહ્યા હતા. ભગવાન હેમચંદ્રાચાર્યે પણ જૈનધર્મને રાજધર્મ અને દેશધમ બનાવવા માટે વધારેમાં વધારે પ્રયત્ન કીધા હતા. આવા શુભ પ્રયાસનું સુંદર ફળ મહારાજા કુમારપાલના સમયમાં આવ્યું હતું. તે એ હતું કે, મહારાજા કુમારપાલે જૈનધર્મને સ્વીકાર ઘણા જ પ્રેમ પૂર્વક કર્યો હતે. પૂર્વાચાર્યોમાં અસહિષ્ણુતાને ગુણ ખાસ કેળવાયો હતો. એક વખતે સિદ્ધરાજની સાથે ભગવાન હેમચંદ્રાચાર્યજી સોમનાથની યાત્રાએ ગએલા. ત્યાં સર્વના દેખતાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ મહાદેવને નમસ્કાર કર્યા હતા અને મહાદેવ માટે એક સુંદર સ્તોત્ર પણ રચેલ. જેનધર્મના પૂર્વાચાર્યોએ મહાદેવની વ્યાખ્યા ઘણી જ ઉદાર રીતે બાંધેલી છે. જે દેવમાં કઈપણ જાતને દોષ નથી પણ કેવળ નિર્દોષ છે. નિષ્કલંક છે તેજ મહાદેવને–આવા પરમ પવિત્ર મહાદેવને નમસ્કાર કરવાને શ્રી હેમચંદ્રાચાર્ય જેવા ધમાચાર્યો સદાયે ઉત્સુક હોય, એમાં નવાઈ જેવું કશુંયે નથી. જ્યારે મહારાજા કુમારપાલ સાથે શ્રીહેમચંદ્રાચાર્યજી સેમિનાથની યાત્રાએ ગયા હતા, ત્યારે ઘણી જ ઉદારતાથી શ્રી હેમચંદ્રાચાર્યજીએ જૈનધમી મહારાજા કુમારપાલને ઉપદેશ આપ્યો હતો કે, તમે આ સોમનાથ મહાદેવના દેવાલયને જીર્ણોદ્ધાર કરાવે. આ ઉપદેશથી મહારાજા કુમારપાલે સેમિનાથના દેવાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, આવી અપૂર્વ ઉદારતા વડે જ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સમગ્ર ગુજરાત અને ગુજરપતિને હાથ કરેલ હતા.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy