________________
२४४
કુમારપાળ ચરિત્ર પછી અગ્નિ યંત્ર કુમારપાલના જોવામાં આવ્યું, તેથી તેણે મલ્લો પાસે વિક્રમસિંહને બંધાવી તેનું કપટ જાહેર કર્યું અને તેનું મકાન બાળી નંખાવ્યું.
ત્યારબાદ ગુર્જરેશ્વરે મલ્લેની પાસે તેના અંગ સાંધામાંથી ઉતારીને આસ્તરણ વિનાના ગાડામાં બેસારી પોતાની સાથે તેને ચલાવ્યો.
ગાડામાં બેઠેલો તે વિક્રમસિંહ નીચા ઉંચા માર્ગમાં ગાડાના ધબકારાથી આમ તેમ માથુ ભટકાવાને લીધે બહુ દુઃખી થયે અને બહુ પિકાર લાગે, જેથી હું માનું છું કે,
પિતાની દુર્દશા જાઈ તે પિતાના સેવકને શિખામણ આપતે. હતો કે, કેઈએ સવામી દ્રહ કરે નહીં.
વળી તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે મારી દુર્બુદ્ધિને ધિક્કાર છે, કારણ કે મારા માણસેએ મને બહુ વાયે, છતાં પણ મેં પિતાના અનર્થની જેમ સ્વામીદ્રોહ કાર્યો રૂપી વૃક્ષનું આ દુઃખરૂપી પુષ્પ મળ્યું છે. હવે એનું ફલ શું મળશે, હું જાણતું નથી.
એ પ્રમાણે વિચાર કરતે દુ:ખથી પીડાતા અને કાંતિહીન થયેલે તે રાજા રૂદન કરતે હતે.
આ લેકમાં પણ તીવ્ર પાપથી પ્રગટ થયેલા નારકીની પીડાને અનુભવ કરતે હેય તેમ તે દુઃખી થયે.
તેમજ તેની દુર્દશા જોઈ કેટલાક સુભટને દયા આવી, તેથી તેમણે કુમારપાલને વિનતિ કરી તેમની આજ્ઞાથી તેની નીચે ઘાસની પથારી કરી આપી. રાજધાની પ્રવેશ
અનુક્રમે ગુર્જરેશ્વર શ્રીકુમારપાલરાજા મહત્સવપૂર્વક પાટનગરમાં ગયા. હે ભગિનિ ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી, એમ કહી તેણે પિતાની બહેનને પ્રસન્ન કરી.
તે સાંભળી દેવ@દેવી કૃતાર્થની માફક બહુ ખુશી થઈ અને પિતાના બંધુને મને હર અનેક આશીર્વાદ વડે સંતુષ્ટ કર્યો.