SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથનું પ્રમાણ સાડાત્રણ કરોડ શ્લોક છે, તેમાં કેટલેક ભાગ સમયના વ્યત્યાસથી મળી શકતું નથી. વિદ્યમાન ગ્રંથે બહુ પ્રમાણમાં દરેક સ્થળે વિદ્વાનને આનંદ આપી રહ્યા છે. કેઈપણ વિષય એ નહોતું કે, જેને વિશાદાથે આચાર્ય મહારાજે ન કર્યો હેય. વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, છંદોલંકાર, ગ, નીતિ, સ્તુતિ વિગેરે વિષય પર આચાર્ય મહારાજે અનેક ગ્રંથની રચના કરી હતી. તે પૈકી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર, સિદ્ધહેમ શબ્દાનુશાસન બહવૃત્તિ, લઘુવૃત્તિ, બુહન્યાસ, લઘુન્યાસ, અભિધાન ચિંતા - ણિ, કાવ્યપ્રકાશ, દેશીનામમાલા, અનેકાર્થ કેશ, અધ્યાત્મપનિષદ્ધ, પ્રમાણ મીમાંસા, દ્વયાશ્રય કાવ્ય વિગેરે કેટલાક ગ્રંથે હાલમાં વિદ્યમાન છે. શિષ્ય સમુદાય અને સ્વર્ગવાસ. ભગવન ચ દ્રસુરિને શિષ્ય સમૂહ અત્યંત પ્રભાવિક અને તત્વજ્ઞાતા હતું. સાધુ સમુદાયમાં સુરીશ્વરજીના પટ્ટધર શિષ્ય પ્રબંધશતકર્તા, કવિ કટ્ટારમલ વિદ્યવેદી મહાક વે રામચ દ્રસુરિ (૧) શ્રી મહેદ્રસુરિ ૨) એમણે અનેકાથ કૈરવાકરકૌમુદી નામે અનેકાર્થ કેષની ટીકા પોતાના ગુરુના નામથી પ્રસિદ્ધ કરી છે. અનેક વિદ્યાસંપન્ન શ્રીગુણચદ્વિગણિ (૩) શ્રીરામચંદ્ર કવિસમાન પ્રખર વિદ્વાન હતા. શ્રીદ્ધમાન ગણિ (૪) એમણે કુમારવિહારપ્રશસ્તિ કાવ્યપર વ્યાખ્યાદિકની રચના કરી છે. દેવચંદ્ર મુનિ (૫) એમણે ચંદ્રલેખા વિજય પ્રકરણની રચના કરી છે. યશશ્ચંદ્ર ગણિ (૬) નો પરિચય પ્રસ્તુત ચરિત્ર અને મેરૂતુંગાચાર્યો વિ. સં. ૧૩૬૧ માં રચેલ પ્રબંધ ચિંતામણિના (સ. ૪ પૃ. ૨૦૬-૨૩૩ ઉપરથી સુચિત થાય છે. વિદ્યાવિલાસી ઉદયચંદ્રગણિ (૭) સારા વિદ્વાન હતા, જેમના ઉપદેશથી દેવેંદ્રસૂરિના શિષ્ય બુદ્ધિમાન કનકપ્રભા મુનિએ લઘુ હેમન્યાસને ઉદ્ધાર કર્યો. કવિ બાલચંદ્ર (૮) રામચંદ્ર કવિના પ્રતિસ્પધી અને અજયપાલ નરેશના મિત્ર હતા. તેમની રચેલી “રાતચાડતિમય’ વિગેરેની સ્તુતિ પ્રસિદ્ધ છે. અન્ય કૃતિ હાલમાં ઉપલબ્ધ નથી. એ સિવાય અન્ય વિદ્વાન શિષ્યા પણ હતા.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy