SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રસૂરિ ૧૯૭ ભૂપતિએ કહ્યું, એમને અહીં બોલાવે. ઉદયનમંત્રી આચાર્ય પાસે ગયે અને સર્વ હકીકત નિવેદન કરી. હેમચંદ્રસૂરિને પિતાની સાથે લઈ રાજસભામાં આવ્યું. સુરીંદ્રને આવતા જોઈ વિનયથી નમ્ર બનેલા ભૂપતિએ વર્ષાઋતુના મેઘને જોઈ જેમ મયૂર નાચે તેમ અભ્યસ્થાન આપ્યું અને મૂર્તિમાન પિતાની ભક્તિના સમૂહ હેયને શું ? તેવા અદ્ભુત સુવર્ણના સિંહાસન પર સુરીંદ્રને બેસારી ચરણકમલમાં વિનીતશિષ્યની માફક વિધિ પ્રમાણે વંદન કર્યું. ત્યારપછી ઉન્નત દાંતની કાંતિવડે દિશાઓને ઉજજવલ કરતા ગુરુ મહારાજે ભૂપતિને આશીર્વાદ આપે. नतामस्यः स्फूर्ति, दधति नवरं यस्य पुरतः, श्रियः तेजस्याऽपि, त्रिजगदवगाहैकरसिकाः । अचक्षुःसलक्ष्य', परिहतपथ वाङ्मनसया___ महस्तद्राजस्ते, शमयतु समन्तादपि तमः ॥ १॥ હે રાજન ! જેની આગળ અંધકારની છટાઓ સ્કુરતી નથી એટલું જ નહી પણ ત્રણે લોકમાં અવગાહન કરવામાં રસિક એવી તેજની પ્રભા પણ ખુરી શકતી નથી, તે ચક્ષુષથી અગ્રાહ્ય અને વાણી તથા મનને અગેચર એવું મહસૂ-જ્ઞાન સર્વ બાજુના તારા તમસૂઅજ્ઞાનને શાંત કરે. એમ આશીર્વાદ આપ્યા બાદ ગુરુના અમરણ રૂપ પ્રમાદવડે અપરાધિની જેમ રાજાને બહુ લજજા આવી છતાં હાથ જોડી તે બોલ્યા. હે ભગવાન ! કૃતઘતાને લીધે ખલની જેમ હાલમાં આપને મુખ બતાવવા માટે હું ગ્ય નથી. ખંભાત નગરમાં શત્રુઓના મારમાંથી આપે મારું રક્ષણ કર્યું હતું. તેમજ અમુક દિવસે તને રાજ્ય મળશે એવી પત્રિકા લખી આપીને મને શાંત કર્યો હતે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy