SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ બેસરીમિત્ર ૧૫૫ હતો. તે તેના જેવામાં આવે કે તરત જ તે તેની પાસે ગયો અને પ્રાર્થના કરી કહ્યું. આ નિભાડાની અંદર મને સંતાડીને મારૂ તું રક્ષણ કર. કુંભાર પોતે સજજન હોવાથી નિધાનની માફક કુમારપાલને તે ઈટના પાકની અંદર ગેપવીને તેની નજીક ત્યાં ઉભો રહ્યો. ઈટની વચ્ચે રહેવાથી તેનું શરીર બહુ પીડાવા લાગ્યું અને શ્વાસના રોકાણથી જીવતે મુડદા સમાન થઈ ગયે. સૈનિકે દધિરથલીની અંદર ગયા. ચૈત્ય, આરામ અને મઠ વિગેરે સર્વ સ્થાનમાં તપાસ કરી, પણ કઈ ઠેકાણે કુમારપાલને પત્તે લાગે નહી, પછી તે રૌજ ત્યાંથી પાછુ ગયું. ત્યારબાદ સજજને કુમારપાલને નિભાડામાંથી બહાર કાઢયે. અને પોતાને ઘેર લાવી સ્નાનાદિક શુદ્ધિ કરાવી મિત્રની માફક સુંદર રેસેઈ કરી તેને જમાડશે. બેસરીમિત્ર ત્યારપછી વિશ્વાસના સ્થાનભૂત અને સરસ હૃદયને બેસરી નામે કુમારપાલને મિત્ર દ્વિતીય–બીજું પોતાનું જીવિત હોય ને શું ? તેમ તેની પાસે ગયો અને બહુ પ્રેમથી મળે. તે રાત્રીએ ત્યાં તેને રાખે. સજજન અને બે સરિની આગળ કૃતજ્ઞતાને ઉચિત એવાં કેટલાંક વચન કુમારપાલે કહ્યાં. હે સજજન ! પિતાની માફક આ સમયે તે મારું રક્ષણ કર્યું, તેથી હું માનું છું કે, તે મને પુનર્જન્મ આપે. આ જગતમાં બે પુરુષો જ પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ છે. એક તે પરોપકારી અને બીજે કૃતજ્ઞ, “બાકીના પુરુષે પૃથ્વીને ભારભૂત થાય છે.” કેટલાક નામથી અને કેટલાક ગુણેથી એમ ઘણા સજજને હોય છે. પરંતુ બંને પ્રકારે સજજન તે હાલમાં તે એક જ છે. ગુજરદ્ર-સિદ્ધરાજની માફક દેવ પણ હાલમાં મને પ્રતિકૂલ છે. જેથી તે દરેક સ્થળે મને પ્રાણઘાતક કલેશ આપે છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy