SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તેને પુત્ર વલ્લભરાજ થયે. જેણે અવંતિપતિ મુંજરાજાને બહુ દુઃખી કર્યો હતો. છ માસ સુધી તેણે રાજ્ય પાલન કર્યું. ત્યારબાદ તેની ગાદીએ દુર્લભરાજ નામે રાજા થયો. જેણે લાદેશના નરેશનો પરાજય કરી પૃથ્વી સહિત તેની સર્વ સંપત્તિ પિતાના સ્વાધીન કરી હતી. વિ. સં. ૧૦૬૬ થી ૧૦૭૨ સુધી રાજ્યકતા તે થયા. ત્યાર પછી (૮) વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા નાગરાજ ભૂપતિએ ચલાવી. ત્યારબાદ નાગરાજને પુત્ર ભીમદેવ રાજ્યાધિપતિ થયે. જેના મહિમારૂપ હિમના આગમનથી ભોજરાજાનું મુખકમળ કરમાઈ ગયું હતું. વિ.સં. ૧૦૮થી (૧૧૨૦) સુધી તે રાજ્યપાલક થયો. ભીમદેવને ક્ષેમરાજ અને માને કર્ણરાજ એમ બે પુત્ર હતા બનેની માતાએ ભિન્ન હતી. કર્ણરાજ કર્ણ સમાન બહુ પરાક્રમી હતો, પોતાના પિતાના વચનથી ક્ષેમરાજે કર્ણરાજને રાજ્ય આપ્યું. વિ. સં. ૧૧૨૦ થી ૧૧૫૦ સુધી તેણે રાજ્ય કર્યું. ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને દધિસ્થલીનું રાજ્ય આપ્યું. તેને પુત્ર ત્રિભુવનપાલ થયે. કર્ણરાજને મયણલ્લા નામે રાણી હતી. તેણીને જયસિંહ નામે એક પુત્ર થયા. તે બહુ ન્યાયી હતું. જેણે બાર વર્ષ સુધી પ્રચંડ સૈન્ય વડે યુદ્ધ કરી પોતાના પટ્ટહસ્તિવડે નમરનું પૂર્વ ધાર તેડીને ધારાનગરીને ઉચ્છિત કરી હતી. તેમજ તેણે નરવમ, તેને પુત્ર યશોવર્મા અને મહેબક નગરના અધિપતિ વિગેરે રાજાઓને પરાજય કર્યો હતો. પાટણમાં પૂર્ણિમાના ચંદ્રસમાન મનહર એક સરોવર બંધાવ્યું હતું. અનેક કીર્તિસ્તંભ સ્થાપના કરી જેણે બર્બર નામે દુષ્ટ અસુરને પરાજય કરી સિદ્ધ ચક્રવતી એવું બિરૂદ સંપાદન કર્યું હતું. સિદ્ધરાજ ભૂપતિએ વિ. સં. ૧૫૫૦ થી ૧૧૯૯ સુધી આરામિક ઉદ્યાનને જેમ પૃથ્વીનું પાલન કર્યું હતું. સંવત ૧૧૯૬ ના તેના દેહદમાં મળેલા લેખનથી જણાય છે કે તેણે સૌરાષ્ટ્ર અને માળવાના રાજાઓને કેદ કર્યા હતા. સિંધુરાજ અને બીજા કેટલાક રાજાઓને નાશ કર્યો હતો. તેમજ ઉત્તરદેશના રાજાએ તેની આજ્ઞા માનતા ૧ કયાશ્રમ કાવ્યની ટીકાની અંતે આપેલી ટીપ પ્રમાણે ભીમદેવને પિતા નાગરાજ છે. અને પ્રસ્તુત ચરિત્રમાં તેને દુર્લભરાજને પુત્ર કહ્યો છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy