SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ચરિત્ર તેણે અમને કહ્યું કે, આ બાબતમાં તમે ચિંતા કરશે નહીં. અગ્નિ વૃક્ષનું પાકેલું ફલ એને આપે. અમૃત સમાન સ્વાદિષ્ટ એવા તે ફલનું ભક્ષણ કરવાથી આ બાલક સાજો થશે. તે અગ્નિવૃક્ષ કાદંબર વનના પ્રાંતભાગમાં યક્ષનું મંદિર છે, તેની પાસમાં બળતા અગ્નિકુંડમાં રહેલું છે. ત્યાં તમે જાઓ અને તે ફલા લાવીને એને આપે. તે સાંભળી તરત જ અમે અહીં આવ્યા છીએ અને તેના કહેવા પ્રમાણે નિશાની સાથે સર્વ હકીક્ત સત્ય મળી છે. હવે અમે કૌપીન માત્ર ધારણ કરી આ અગ્નિમાં બહુ ઉત્સાહથી પડવા ધારીએ છીએ, પરંતુ આ બળતી વન્ડિજ્વાળાઓના ભયથી અમે પડી શકતા નથી. તેથી અમે બહુ દુઃખના માર્યા આ અગ્નિની પાછળ ફેરા મારીએ છીએ. હવે આપણે શું કરવું? એમ એક બીજાના સામું અમે જોઈ રહ્યા છીએ. અદ્દભુત પપકાર આ વાત સાંભળી અજા પુત્રને દયા આવી અને તેમને કહ્યું ભાઈઓ! તમે દુઃખી થશે નહીં. હું આ અગ્નિવૃક્ષનું ફલ તમને અંદરથી લાવી આપીશ. ચિંતા કરવાનું કંઈ પણ કારણ નથી, ત્યારે પુરુષ બેલ્યા. ભાઈ! આ ભયંકર અગ્નિમાં તારે પેસવું તે ગ્ય નથી. કારણ કે શક્તિ છતાં પણ પારકાને માટે મરણ સંકટમાં કયે માણસ પ્રવેશ કરે ? વળી અગ્નિવૃક્ષથી તમારી પાસે જે ફળ મંગાવવું, તે પ્રાણૂકપણ પાસે સર્પ મરાવવા બરાબર છે. માટે હે આર્યપુરુષ! તું તારું પિતાનું કામ કર. આ અગ્નિમાંથી ફળ તે અમારામાંથી કોઈપણ એક જણ લાવશે. એમ સાંભળી ફરીથી પણ અજા પુત્ર બે હે સજજને! એમ તમારે બોલવું નહીં, કારણ કે સારુષ પરેપકારને જ સ્વાર્થ માને છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy