SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ gu ચતુર્થ સ્તબક/શ્લોક-૧૨૪-૧૨૫ શ્લોક : इतश्च यत्कृष्णतरं द्वितीयं, विनिर्गतं तत्खलु पापनाम । संसारचक्रे वसतां जनानां, संक्लेशजालस्य तदेव मूलम् ।।१२४।। શ્લોકાર્ચ - અને આ બાજુ જે કૃષ્ણતર પાપ નામવાળું =બાળક, નીકળ્યું તે જ સંસારચક્રમાં વસતા જીવોના સંક્લેશકાલનું મૂલ છે. ઋજુ આદિ ચારેય જણાઓના દેહમાંથી જે બીજું કૃષ્ણતર બાળક નીકળ્યું તે આત્માના પારમાર્થિક અજ્ઞાનથી જન્ય પાપની પરિણતિરૂપ હતું=કર્મબંધના પ્રબલ કારણભૂત કષાયોના અધ્યવસાયરૂપ હતું અને તેનાથી બંધાયેલાં કર્મોને કારણે જીવો સર્વ પ્રકારના ક્લેશોને પ્રાપ્ત કરે છે=નરકાદિ પાતને પ્રાપ્ત કરે છે. II૧૨૪TI શ્લોક : शुक्लेन डिम्भेन निवारितं तत्, प्रवर्धमानं पुनरार्जवेन । इदं हि शुद्धाशयहेतुभूतं, पापानुबन्धं नियमानिहन्ति ।।१२५ ।। શ્લોકાર્ચ - વળી, પ્રવર્ધમાન એવું તે પાપ, આર્જવરૂપ શુક્લબાલક વડે નિવારણ કરાયું, દિ=જે કારણથી, શુદ્ધ આશયના હેતુભૂત એવું આ=આર્જવ, પાપના અનુબંધને નિયમથી હણે છે. જીવમાં વર્તતો માયાથી વિરુદ્ધ સરળ ભાવ આર્જવ છે અને તે આર્જવનો પરિણામ આત્માના શુદ્ધ આશયનો હેતુભૂત છે, આથી જ થયેલા પાપ પ્રત્યે પશ્ચાત્તાપનો પરિણામ આર્જવાથી થાય છે. અને સેવાતા પાપના પ્રવાહને આર્જવનો પરિણામ નિયમથી હણે છે. I૧૨પા
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy