SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ यूयं मयोच्चैः परिरक्षितानि, भयं न युष्माकमिति ब्रुवाणम् ।।११९।। શ્લોકાર્ધ : હવે તમે મારા વડે અત્યંત પરિરક્ષિત છો, તમને ભય નથી એ પ્રમાણે બોલતું સફેદ રૂપવાળું બાળક તે ચારેયના પણ શરીરમાંથી નીકળ્યું. ઋજુ આદિ ચારેયના શરીરમાંથી આર્જવનો પરિણામ બહાર પ્રગટે છે; કેમ કે પોતાની દુષ્ટ આચરણાનો પશ્ચાત્તાપ આર્જવને કારણે તેઓને થાય છે અને તે આર્જવનો પરિણામ કહે છે કે થયેલા પાપથી તમે મારા દ્વારા અત્યંત રક્ષિત છો, તમને ભય નથી. તેથી ફલિત થાય કે કોઈક રીતે પાપ થયા પછી જેઓને પાપ પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય છે અને સરળતાથી પાપના પશ્ચાત્તાપની પરિણતિ થાય છે તે માયાની વિરુદ્ધ આર્જવની પરિણતિ છે જેનાથી તે પાપના અનર્થોથી તે જીવ રક્ષિત થાય છે. II૧૧લી શ્લોક - पश्चात् ततोऽन्यनिरियाय कृष्णमन्यत्ततः कृष्णतरं विरूपम् । प्रवर्धमानं च निवार्य दधे, शुक्लेन तद्धस्ततलप्रहारात् ।।१२०।। શ્લોકાર્ચ - ત્યારપછી અન્ય=આર્જવથી અન્ય, કૃષ્ણ બાળક નીકળ્યું. ત્યારપછી અન્ય કૃષ્ણતર વિરૂપ=વિપરીત રૂપવાળું, બાળક નીકળ્યું. પ્રવર્ધમાન વિરૂપ એવા તેના હાથના તલના પ્રહારથી કૃષ્ણતરને અટકાવીને શુક્લ વડે ધારણ કરાયું. ઋજુ આદિ ચારના શરીરમાં આર્જવનો પરિણામ પ્રગટ થવાથી તેઓમાં જે અજ્ઞાનરૂપી કૃષ્ણ પરિણામ હતો તે તેઓના મતિજ્ઞાનના ઉપયોગમાંથી બહાર નીકળે છે અને અનાચાર સેવનનો જે પાપનો પરિણામ હતો તે કૃષ્ણતર બાળક બહાર નીકળે છે અને તે પ્રવર્ધમાન હતું.
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy