SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ વૈરાગ્યકાલતા ભાગ-૩ હાલાહલા-ઝેર છે. હાલા જેવો વૈશ્વાનર છે અને હાલાહલા જેવી હિંસા છે. અથવા ગ્રહની વિષમ દશા અને દુર્નિમિતનું આગમન છે. ગ્રહની વિષમ દશા જેવો વૈશ્વાનર છે અને દુર્નિમિત્તના આગમન જેવી હિંસા છે. વળી, જગતમાં કંઠ અને હોઠને શોષણ કરનાર તૃષ્ણાના આતાપથી ઉભવ અને સૂર્યનાં કિરણોના વ્યાપના તાપથી ઉદ્ભવ એવાં હિંસા-વૈશ્વાનર બે જગતમાં સંસારી જીવોને બે પ્રકારના દોષને લાવનારાં થાય છે. જે જીવોને વૈશ્વાનર અને હિંસા દોષની પ્રાપ્તિ થાય છે તે જીવો તે બે દોષોથી કઈ કઈ વિડંબનાને પ્રાપ્ત કરે છે તે મૂચ્છજ્વર આદિના દૃષ્ટાંતથી બતાવેલ છે જેથી બોધ થાય કે આ બંને દોષો ઉદ્ભવ કાલમાં જ માત્ર ક્લેશને કરાવે છે અને અંતે દુર્ગતિની પરંપરાને કરાવનારા છે માટે તેનું યથાર્થ ભાવન કરીને તેના નિવારણ માટે યત્ન કરવો જોઈએ. ll૭૪૬ાા શ્લોક : हिंसावैश्वानराभ्यां निबिडजडधियः कुर्वते संस्तवं ये, पीनप्रौढप्रभावौ हृदयगतदयाशान्तभावौ विहाय । हास्यास्ते कस्य न स्युर्जगति सुरगवीकामकुम्भौ त्यजन्त स्तन्मूल्येनानयन्तः सपदि निजगृहे रासभीभश्मपात्रे ।।७४७।। શ્લોકાર્ચ - પીન અને પીઢ પ્રભાવવાળા હૃદયમાં રહેલા દયા અને શાંતભાવને છોડીને હિંસા-વૈશ્વાનર દ્વારા નિબિડ જડ બુદ્ધિવાળાનું સંસ્તવન જેઓ કરે છે, કામધેનુ અને કામકુંભને ત્યાગ કરતાં તેના મૂલ્યથી કામધેનુ અને કામકુંભના મૂલ્યથી, પોતાના ઘરે શીધ્ર ગઘેડી અને ભમ્ભપાત્રને લાવતા એવા તેઓ જગતમાં કોને હાસ્યાસ્પદ ન થાય ?=બુદ્ધિમાનને અવશ્ય હાસ્યાસ્પદ થાય. ગુણોની પ્રશંસાથી ગુણ પ્રત્યેના રાગને કારણે પુણ્યબંધ, સકામનિર્જરા થાય છે તેથી કોઈ જીવના હૃદયમાં અત્યંત દયા હોય અને પ્રૌઢ પ્રભાવવાળો શાંતભાવ
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy