SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ ચતુર્થ સ્તબક/શ્લોક-૭૧૭–૭૧૮-૭૧૯ શ્લોકાર્ચ - ગુરુ કહે છે. હે રાજા ! જે બીજા કુટુંબને હણતો નથી, તેને ત્રીજા કુટુંબનો પરિત્યાગ ખરેખર વિડંબનાવાળો છે. ll૭૧૭ના શ્લોક : चित्तेऽन्तर्ग्रन्थगहने, बहिर्निर्ग्रन्थता वृथा । त्यागात्कञ्चुकमात्रस्य, भुजगो न हि निर्विषः ।।७१८ ।। શ્લોકાર્ચ - અંતગ્રંથ ગહન એવું ચિત્ત હોતે છતે બહિર નિગ્રંથતા વૃથા છે, કન્યુક માત્રના ત્યાગથી સર્પ નિર્વિષવાળો નથી. જે જીવો સંયમ ગ્રહણ કરે છે તે જીવો ત્રીજા કુટુંબનો ત્યાગ કરે છે, આમ છતાં સંયમ ગ્રહણ કર્યા પછી કષાયો, નોકષાયોને ક્ષીણ કરવાને અનુકૂળ ઉચિત યત્ન લેશ પણ કરતા નથી, માત્ર બાહ્ય પ્રવૃત્તિઓ કરીને બાહ્ય પ્રવૃત્તિઓમાં જ ધર્મબુદ્ધિને સેવે છે તેઓનો ત્રીજા કુટુંબનો પરિત્યાગ વિડંબના માત્ર જ છે; કેમ કે અંતરંગ સંશ્લેષથી ગહન ચિત્ત વિદ્યમાન હોય તો બાહ્ય ત્યાગ કરીને પણ તેઓ સંશ્લેષનું સ્થાન બાહ્ય ભક્તવર્ગ કે શિષ્યાદિને જ કરે છે. તેથી તેઓની બહિરૂ નિગ્રંથારૂપ ત્રીજા કુટુંબનો ત્યાગ વૃથા છે; કેમ કે સાપ ઉપરની કાંચળી છોડે તેટલા માત્રથી નિર્વિષ થતો નથી તેમ બાહ્ય સ્વજનાદિના ત્યાગ માત્રથી જીવો બાહ્ય પદાર્થોમાં સંશ્લેષ વગરના થતા નથી, અને સંશ્લેષ જ ભવનું કારણ છે. I૭૧૮ાા શ્લોક : राजाऽऽह ननु यद्येवं, तदा युष्मदनुग्रहात् । द्वितीयं च तृतीयं च, त्यजाम्यद्य कुटुम्बकम् ।।७१९।। શ્લોકાર્ચ - રાજા કહે છે, ખરેખર જો આ પ્રમાણે છે, તો તમારા અનુગ્રહથી આજે બીજું અને ત્રીજું કુટુંબ ત્યાગ કરું છું. ll૭૧૯ll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy