SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ ચતુર્થ સબક/શ્લોક-૬૯૩-૯૪-કલ્પ શ્લોકાર્ચ - ત્યાં=બીજા કુટુંબમાં, વિશ્વાસ પામેલા જીવો દોષોને જાણતા નથી=બીજા કુટુંબના દોષોને જાણતા નથી, ગુણોને જાણે છેઃબીજા કુટુંબના ગુણો નથી તોપણ ગુણોને જુએ છે, અને શત્રુબુદ્ધિથી તેના દોષના પ્રકાશકને બીજા કુટુંબના દોષના પ્રકાશકને, જુએ છે. બીજા કુટુંબના પરિચયને કારણે આ બીજું કુટુંબ જ હિતકારી છે તેમ પ્રાયઃ સંસારી જીવોને વિશ્વાસ હોય છે, તેથી જ કષાયોના ક્લેશને જોતા નથી પરંતુ કષાયોથી જ સર્વ ઇષ્ટની પ્રાપ્તિ થાય છે તેમ જાણે છે. તેથી કષાયો અનર્થકારી છે તેમ કહેનારને પણ તેઓ શત્રુબુદ્ધિથી જુએ છે. I૯૩ શ્લોક : भूपः प्राहानयोः श्रेष्ठा, तत् किं तत्त्वविशेषधीः । गुरुर्जगौ तदर्थं नो, यत्नोऽयं देशनाविधेः ।।६९४ ।। શ્લોકાર્ચ - રાજા કહે છે. તે કારણથી=પ્રથમ કુટુંબ હિતકારી છે અને બીજું કુટુંબ અનર્થકારી છે તે કારણથી, આ બેમાં=પ્રથમ અને બીજા કુટુંબમાં, તત્વના ભેદની બુદ્ધિ શું શ્રેષ્ઠ છે? ગુરુએ કહ્યું, તેના માટે=બે કુટુંબના ભેદનો બોઘ કરાવવા માટે, દેશનાની પ્રવૃત્તિનો અમારો આ યત્ન છે. ગુરુએ રાજાને બે કુટુંબનું સ્વરૂપ બતાવ્યું તેથી રાજા ગુરુને પૂછે છે. આ બે કુટુંબોના સ્વરૂપના ભેદની બુદ્ધિ શ્રેષ્ઠ છે અર્થાતું પ્રથમ કુટુંબ હિતકારી છે, બીજું કુટુંબ અનર્થકારી છે એ પ્રકારની ભેદની બુદ્ધિ શ્રેષ્ઠ છે ? તેને ગુરુ કહે છે – પ્રથમ અને બીજા કુટુંબના વાસ્તવિક સ્વરૂપને બતાવવા અર્થે અમારી દેશનાની પ્રવૃત્તિ છે. II૯૪ll શ્લોક : विना स्वयोग्यतां शक्यं, तत्त्वं ज्ञापयितुं तु न । उदास्महे त्वयोग्येषु, तद्योग्येषु यतामहे ।।६९५ ।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy